UP Election/ CM યોગીની બેઠક સામે માયાવતીએ ઉતાર્યો આ ખાસ ચહેરો, જાહેર કરી 54 ઉમેદવારોની યાદી

કુશીનગરના ફાઝીલનગરમાં સંતોષ તિવારી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સ્વામી પ્રસાદ મૌર્યને પડકારશે. ઉમેદવારોની આ યાદીમાં આંબેડકર નગર, બસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, ગોરખપુર, દેવરિયા, મહારાજગંજ, કુશીનગર, મહારાજગંજના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે છઠ્ઠા તબક્કામાં દસ જિલ્લાની 57 વિધાનસભા સીટ પર 3 માર્ચે મતદાન થશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશની 2022ની વિધાનસભા ચૂંટણીમાં માયાવતી એકલા હાથે મેદાનમાં ઉતર્યા છે.

Top Stories India
11 55 CM યોગીની બેઠક સામે માયાવતીએ ઉતાર્યો આ ખાસ ચહેરો, જાહેર કરી 54 ઉમેદવારોની યાદી

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો પૂરજોશમાં છે. આ કડીમાં, બહુજન સમાજ પાર્ટી (BSP) એ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બસપાએ 54 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

આ પણ વાંચો – Cricket / ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં All is not Well, મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઇલ્સ બાદ હવે ટીમનાં હેડ કોચે આપ્યું રાજીનામું

BSPએ ગોરખપુરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ખ્વાજા શમસુદ્દીનને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ગોરખપુર શહેરની સીટ પર ખ્વાજા શમસુદ્દીન મુખ્યમંત્રી યોગીને પડકારશે. બહુજન સમાજ પાર્ટીએ 10 જિલ્લાની 54 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં આંબેડકર નગર, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીર નગર, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા અને બલિયા જિલ્લાની વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 11 બ્રાહ્મણો અને 07 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કુશીનગરનાં ફાઝીલનગરમાં સંતોષ તિવારી સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર સ્વામી પ્રસાદ મૌર્યને પડકારશે. ઉમેદવારોની આ યાદીમાં આંબેડકર નગર, બસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, ગોરખપુર, દેવરિયા, મહારાજગંજ, કુશીનગર, મહારાજગંજનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, છઠ્ઠા તબક્કામાં દસ જિલ્લાની 57 વિધાનસભા સીટ પર 3 માર્ચે મતદાન થશે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની 2022ની વિધાનસભા ચૂંટણીમાં માયાવતી એકલા હાથે મેદાનમાં ઉતર્યા છે.

આ પણ વાંચો – Goa Election 2022 / ભાજપ-કોંગ્રેસ વચ્ચે કોણ બનશે સૌથી મોટો પક્ષ ? શિવસેનાના નેતા સંજય રાઉતે આપ્યો આ જવાબ

છઠ્ઠા તબક્કા માટે, ચૂંટણી પંચે શુક્રવારે જ નામાંકન પ્રક્રિયા શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. BSPની યાદીમાં સમાવિષ્ટ મુખ્ય બેઠકોમાં ગોરખપુર શહેર ઉપરાંત કુશીનગર જિલ્લાની ફાઝીલ નગર બેઠક પરથી સંતોષ તિવારીનું નામ પાર્ટીનાં ઉમેદવાર તરીકે સામેલ છે. તિવારી આ સીટ પર સપાનાં ઉમેદવાર સ્વામી પ્રસાદ મૌર્યને પડકાર આપશે. મૌર્યએ હાલમાં જ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. BSPએ ગોરખપુરની ચલ્લુપર સીટ પરથી રાજેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે.