Not Set/ મેઘાલયનાં રાજ્યપાલ તથાગત રોયે બંગાળની છોકરીઓને કહી બાર ડાંસર

મેઘાલયનાં ગવર્નર તથાગત રોયે પશ્ચિમ બંગાળમાં એક વિવાદિત નિવેદન આપ્યુ છે. રોયે કહ્યું છે કે, બંગાળ એક સમયે મહાન હતુ, પરંતુ હવે તેની મહાનતા રહી નથી. તેમણે કહ્યું કે, હવે બંગાળી લોકો ફ્લોર સાફ કરી રહ્યા છે અને છોકરીઓ બારમાં ડાંસ કરી રહી છે. રાજ્યપાલ તથાગત રોયે કેટલાક રાજ્યોમાં હિંદી ભાષાને ભણાવવાને લઇને વિરોધ પર […]

Top Stories India
meghalaya guv મેઘાલયનાં રાજ્યપાલ તથાગત રોયે બંગાળની છોકરીઓને કહી બાર ડાંસર

મેઘાલયનાં ગવર્નર તથાગત રોયે પશ્ચિમ બંગાળમાં એક વિવાદિત નિવેદન આપ્યુ છે. રોયે કહ્યું છે કે, બંગાળ એક સમયે મહાન હતુ, પરંતુ હવે તેની મહાનતા રહી નથી. તેમણે કહ્યું કે, હવે બંગાળી લોકો ફ્લોર સાફ કરી રહ્યા છે અને છોકરીઓ બારમાં ડાંસ કરી રહી છે. રાજ્યપાલ તથાગત રોયે કેટલાક રાજ્યોમાં હિંદી ભાષાને ભણાવવાને લઇને વિરોધ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેમણે આને લઇને ઘણે ટ્વિટ્સ કર્યા હતા.

તથાગત રોય પશ્ચિમ બંગાળનાં રહેવાસી છે અને લાંબા સમય સુધી ભાજપમાં રહ્યા છે. તેમણે તેમના ટ્વિટર હેન્ડલથી આ સંદર્ભે એક પછી એક ઘણી ટ્વિટ્સ કરી. તેમણે બંગાળી લોકો દ્વારા હિંદી શીખવાના વિરોધને જ્ઞાનનો અભાવ બતાવ્યુ હતુ. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે રાજ્યપાલ દ્વારા આ નિવેદન સામે વિરોધ કર્યો છે. સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે હજારા વિસ્તારમાં ચળવળની આગેવાની કરી હતી. તથાગત રોયે ટ્વીટ કર્યુ કે, કોઈ મોટો વિરોધ નથી, તેમના અવાજ પાછળ ફક્ત રાજકીય કારણ છે. તેમણે કહ્યું, “આસામ, મહારાષ્ટ્ર અને ઓડિશા પણ હિન્દી ભાષા ન બોલતા હોય તેવા રાજ્યો છે, પરંતુ તેઓ હિન્દીનો વિરોધ કરતા નથી? બીજી દલીલમાં, એવું કહેવામાં આવે છે કે, પશ્ચિમ બંગાળ વિદ્યાસાગર, વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર અને નેતાજી (સુભાષ ચંદ્ર બોઝ) ની ભૂમિ છે, શા માટે બંગાળીઓએ હિન્દી શીખવી જોઇએ?

તેમણે કહ્યું કે, મહાન પુરુષો અને હિન્દી શીખવાને લઇને વિરોધ વચ્ચેનો સંબંધ શું છે? રોયે કહ્યું કે, આ વરિષ્ઠ લોકોનો યુગ હવે રહ્યો નથી અને પશ્ચિમ બંગાળની મહાનતા પણ હવે રહી નથી. હવે હરિયાણાથી કેરાલા સુધી, બંગાળનાં છોકરાઓ ઘરોમાં ફ્લોર સાફ કરે છે અને બંગાળી છોકરીઓ મુંબઈની બારમાં ડાંસ કરે છે. હવે અહીનાં છોકરાઓ અને છોકરીઓ તે કરી રહ્યા છે જે પહેલા અકલ્પનીય હતુ. જો કે રોયનાં આ ટ્વિટ્સ પર ઘણા ટ્વિટર યૂઝર્સ હમલાવર થઇ ગયા છે. લોકોએ તેમના પર બંગાળીઓ પર વિવાદિત ટ્વિટ કરવાને લઇને પ્રહારો કર્યા. તેટલુ જ નહી તૃણમૂલ કોંગ્રેસે તથાગત રોયનાં ટ્વિટનાં વિરોધમાં આગળ પણ પ્રદર્શન કરવાની તૈયારીઓ દર્શાવી છે. દેશભરમાં ત્રણ ભાષાઓને સ્કૂલોમાં ફરજીયાત કરવાની યોજના પર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સરકારે પણ હવે હિંન્દીને ફરજીયાત કરવાની યોજનાને રદ્દ કરી દીધી છે.