Not Set/ રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે…..જુઓ દ્રશ્યો……

શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઈન્દ્ર દેવે મહાદેવનો જલાભિષેક ર્ક્યો હતો. શહેરમાં ગત મધરાતથી એકધારો સાંબેલાધારે વરસાદ

Gujarat Rajkot
Untitled 133 રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે…..જુઓ દ્રશ્યો......

રાજકોટ માં  મોડી રાત થી જ વરસાદ  વરસવાનું ચાલુ છે  ત્ધીયારે આજ સવારથી જ ધીમીધારે હેત વરસાવ્યા બાદ મધરાતથી રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. મધરાતથી શહેરમાં એકધારો વરસાદ વરસી રહ્યો હોવાના કારણે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. એકધારો વરસાદ વરસી રહ્યો હોવાના કારણે રાજમાર્ગો પર જાણે સ્વયંભુ સંચારબંધી લાદી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.રાજકોટ માં  12 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે .

Untitled 131 રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે…..જુઓ દ્રશ્યો......

ભારે વરસાદના કારણે શહેરમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મેયર ડો.પ્રદિપ ડવ સવારથી ફિલ્ડમાં ઉતર્યા છે જ્યારે સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને નીતિન ભારદ્વાજે જ્યુબેલી સ્થિત કંટ્રોલરૂમનો કબજો સંભાળી લીધો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો લોકોનું સમયસર સ્થળાંતર કરવા માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. નદીના પટમાં લોકોને અવર-જવર ન કરવા પણ સુચના આપી દેવામાં આવી છે.

Untitled 132 રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે…..જુઓ દ્રશ્યો......

150 ફૂટ રીંગ રોડ, મવડી પ્લોટ, અટીકા ફાટક, સ્વામીનારાયણ ચોક, જાગનાથ, યાજ્ઞીક રોડ, યુનિ. રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. વરસાદી પાણીમાં અમીન માર્ગ પર એક કાર ફસાવાના કારણે કાર ચાલકનું ફાયર બ્રિગેડ શાખા દ્વારા તાત્કાલીક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કાલાવડના છાપરગામે પણ પુરમાં કાર ફસાતા ફાયર બ્રિગેડના રેસ્કયુ ટીમ દોડી ગઈ હતી. શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઈન્દ્ર દેવે મહાદેવનો જલાભિષેક ર્ક્યો હતો. શહેરમાં ગત મધરાતથી એકધારો સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે આજે સવારથી મેયર ડો.પ્રદિપ ડવ ફિલ્ડમાં ઉતર્યા છે.

Untitled 134 રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે…..જુઓ દ્રશ્યો......