માનસિક વિકૃતિ/ સુરતમાં હવસખોર સિક્યુરિટી ગાર્ડે શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતો અને સિક્યુરિટી ગાર્ડનું કામ કરતો દયાશંકર શર્મા નામનો વ્યક્તિ માનસિક રીતે વિકૃત હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી.

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 20T173630.358 સુરતમાં હવસખોર સિક્યુરિટી ગાર્ડે શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ

@દિવ્યેશ પરમાર 

Surat News:સુરતમાં ફરી એક વખત માનવતા શર્મસાર થઈ હોય તેવી ઘટના સામે આવી હતો.સુરતના વરાછા વિસ્તારમાં એક વિકૃત વ્યક્તિએ શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.આ સમગ્ર ઘટનાને પગલે પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાને લઇ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતો અને સિક્યુરિટી ગાર્ડનું કામ કરતો દયાશંકર શર્મા નામનો વ્યક્તિ માનસિક રીતે વિકૃત હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી. વરાછા વિસ્તારમાં આવેલી ભાતની વાડી પાસે રાત્રિના સમયે શ્વાન સાથે સિક્યુરિટી ગાર્ડ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને કરાવ્યું હતું આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સોસાયટીમાં રખડતા શ્વાનોની સાથે આ પ્રકારનું કૃત્ય કરતા પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જેથી આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં દયાશંકર શર્મા નામના સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળની કલમ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મહત્વનું છે કે આ ઘટનાને લઇ સુરત શહેર ફરી એક વખત શર્મસાર થયું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.માનસિક રીતે વિકૃત સિક્યુરિટી ગાર્ડની આ ઘટના સામે આવતા સમગ્ર શહેરમાંથી ફિટકાર વરસી રહ્યો છે હાલ સમગ્ર મામલે વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં હવસખોર સિક્યુરિટી ગાર્ડે શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ


આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી

આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન

આ પણ વાંચો:દાહોદમાંથી છોકરી વેચવાનું નેટવર્ક ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો