Not Set/ દેશમાં કોરોના બાદ નવી નોકરીઓ માટે દ્વારા ખૂલ્યા : જાણો કયા ક્ષેત્રમાં કેટલી ભરતી

મોન્સ્ટર એમ્પ્લોઈમેંટ ઈંડેક્સ દ્વારા 13 શહેરોમાં એક સર્વે કરાયો હતો. ઓનલાઈન ભરતી પ્રક્રિયા દ્વારા અપાતી નોકરી માં 6 ટકાનો ઉછાળો આવ્યો છે.

Trending Business
નોકરી

કોરોનાકાળમાં હજારો, લાખો લોકોની નોકરી છીનવાઇ ગઈ હતી. બે વર્ષથી રોજગાર ક્ષેત્રમાં નવા રોજગાર મળી રહ્યા નહોતા. ત્યારે હવે ધીમે ધીમે કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે અને માર્કેટ ફરીથી ગતિ પકડી  રહ્યું હોય એવું લાગે છે. કોરોના થોડો ઓછો થઈ રહ્યો છે અને નવી નોકરી ઓ પણ ઊભી થઈ રહી છે દેશમાં માર્ચ મહિનામાં એક વર્ષની પહેલાની સરખામણીએ નોકરી ઓની ભરતીમાં 6 ટકાનો ઉછાળો આવ્યો છે.જ્યારે  દિલ્હી-એનસીઆરમાં 13 ટકા નવી ભરતીઓ થઈ છે.

મળતી વિગત અનુસાર વિવિધ ક્ષેત્રમાંથી એકઠા કરેલા રિપોર્ટ અનુસાર જુદી જુદી કંપનીઓમાં નવી ભરતી ઝડપથી થઈ રહી છે અને તેના કારણે નવા રોજગારમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. મોન્સ્ટર એમ્પ્લોઈમેંટ ઈંડેક્સ દ્વારા 13 શહેરોમાં એક સર્વે  કરાયો હતો તેમા જાણવા મળ્યું છે કે ઓનલાઈન ભરતી પ્રક્રિયા દ્વારા થતી ભરતીમાં 6 ટકાનો ઉછાળો આવ્યો છે. આ 13 શહેરોમાં વાર્ષિક આધાર પર નોકરી આપવાના દરમાં બે અંકોનો વધારો નોંધાયો છે. કંપનીઓમાં થનારી ભરતી મામલામાં 21 ટકાની સાથે મુંબઈ પ્રથમ સ્થાને રહ્યું છે. તેનો અર્થ સૌથી વધારે રોજગાર મુંબઈમાં મળ્યા છે. 20 ટકા સાથે બીજા નંબર પર કોયંમ્બતતૂર, ચેન્નાઈ અને હૈદરાબાદ ત્રીજા નંબર પર રહ્યું છે. જ્યારે બરોડા, જયપુર અને છતીશગઢમાં નવી નોકરીમાં ધટાડો થયો છે.

સૌથી વધુ રોજગાર ઓફિસ ઇક્વિપમેન્ટ અને ઑટોમેશન ઇન્ડસ્ટ્રીમાં 103 ટકા સાથે છે. જ્યારે બેન્કિંગ, ફાઇનાન્સ અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં 27 તકનાઓ વધારો થયો છે. પ્રિન્ટિંગ અને પેકેજિંગ ક્ષેત્રમાં 23 ટકાનો વધારો થયો છે.  જ્યારે એફએમસીજી ક્ષેત્રમાં નવી નોકરીઓની ઊભી થવામાં 8 ટકાનો ઘટાડો થયો છે. મીડિયા અને એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 13 ટકા તેમજ સીમેન્ટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં 23 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : પંજાબ પોલીસ પહોંચી કુમાર વિશ્વાસના ઘરે, કવિરાજે કહ્યું, અરવિંદ કેજરીવાલ ભગવંત માનને દગો આપશે

મંતવ્ય