Morbi/ મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની

ભાઈચારા તો બહાના હૈ, કાફીરો કી બેટી કો ફસાના હૈ, તમારી દિકરીઓનું ધ્યાન રાખો

Top Stories Gujarat Others Videos
YouTube Thumbnail 4 9 મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની

મોરબીમાં શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં આવેલા કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા, ખાસ કરીને મોરબી જે સિરામિક ક્ષેત્રે નંબર વન છે તે લવ જેહાદના મુદ્દે પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન છે તેવું કહીને હિન્દુઓને જાગૃત થવા માટે ટકોર કરી હતી.

હાલમાં લવ જેહાદનો મુદ્દો સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બને છે ત્યારે મોરબીના આંગણે શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં કાજલ હિન્દુસ્તાની આવ્યા હતા ત્યારે તેમણે લવ જેહાદ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાઈચારા તો બહાના હૈ કાફીર કી બેટી કો ફસાના હૈ અને જે લોકો નવરાત્રીના પંડાલોમાં ગરબે રમવા આવે છે તે રામનવમી, હનુમાન જયંતિ સહિતના હિન્દુ તહેવારોમાં જ્યારે શોભાયાત્રા નીકળે છે ત્યારે ફૂલ વર્ષાવાના બદલે પથ્થરો કેમ વરસાવે છે ? ત્યારે ભાઈચારો ક્યાં જાય છે ? આવા અનેક સવાલો ઉઠાવ્યા હતા

માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ભારતને લવ જેહાદ મુક્ત કરવું છે તેવો પણ લલકાર કર્યો હતો. આ તકે મોરબી કે જેનું સમગ્ર ભારતની અંદર સિરામિક ટાઇલ્સમાં સૌથી વધુ ઉત્પાદન હોય નંબર વન છે તે મોરબી હવે લવ જેહાદની ઘટનાઓમાં પણ નંબર વન છે જેથી કરીને હિન્દુ સમાજને જાગૃત થવાની જરૂર છે તેવી અપીલ પણ કરી હતી.

આટલું જ નહીં પરંતુ ગત વર્ષે યોજાયેલ નવરાત્રીના જુદાજુદા ખાનગી પ્લોટના કાર્યક્રમોમાં માતાજીની ભક્તિ અને આરાધનાની વચ્ચે “અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે” અને અલી મોલા સહિતના જે ગીત ગાવામાં આવ્યા હતા તેની પણ નોંધ લઈને કહ્યું હતું કે ગત વર્ષે જે થયું હતું તેવું આ વખતે હજુ સુધી કોઈ જગ્યાએ મોરબીમાં યોજાયેલ ખાનગી પાર્ટ પ્લોટની ગરબીમાં થયેલ નથી. આ પરિવર્તનની નિશાની છે અને આવતી વખતે અત્યારે જે ઘટનાઓ બની છે તેવી ઘટનાઓ પણ નહીં બને તેવો આસાવાદ વ્યક્ત કર્યો હતો. છેલ્લે હિન્દુ સમાજની દિકરીઓને અપીલ કરતા કહ્યુ હતુ કે, કે લક્ષ્મી તું દુર્ગા બન, તું કાલી બન પર કભી ન બુરખે વાલી બનના.

નડિયાદમાં યોજાયેલ કાર્યક્રમની અંદર એક ગાયક કલાકારે નવરાત્રિને લઈને જે નિવેદન આપ્યું છે તેને ટાંકતા કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવે છે ત્યારે સ્ટેજને શોભે તેવા જ કલાકારોને સ્ટેજ ઉપર બોલાવવા જોઈએ આવો કટાક્ષ કાજલબેન દ્વારા કરવામાં આવ્યો છે.

નડિયાદમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં આવેલ ગાયક કલાકાર ઉર્વશી સોલંકી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે નવરાત્રિની પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે થઈને યુવાનો રાહ જોતા હોય છે ત્યારે તેનો જવાબ આપતા મોરબી આવેલા કાજલબેન હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે સૌપ્રથમ તો આ ઘટના જ્યારે બની ત્યારે જ નવરાત્રીના આયોજકોએ તેને રોકવાની જરૂર હતી. તેમજ નવરાત્રી કે જે માતાજીની ભક્તિ અને આરાધનાનો તહેવાર છે તેમાં કેટલાક લોકોએ તેને ફેશન શો બનાવી દીધો છે જે યોગ્ય નથી.


whatsapp ad White Font big size 2 4 મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની


આ પણ વાંચોઃ ગુજરાતમાં દેહવ્યાપારને લઈને પોલીસની મોટી કાર્યવાહી, 2000 સ્થાનો પર દરોડા પાડ્યા

આ પણ વાંચોઃ સુરત/ગરબામાં લોહીની છોળો ઉડી……બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો

આ પણ વાંચોઃ રાજકોટમાં 11 વર્ષની દીકરી ઉપર નરાધમ સાવકા પિતા બગાડી નજર, માતાએ નોંધાવી ફરિયાદ