મોરબી-જયસુખ પટેલ/ મોરબી પુલ હોનારતના આરોપી જયસુખ પટેલની તબિયત લથડી

મોરબી પુલ હોનારતના મુખ્ય આરોપી જયસુખ પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  રેગ્યુલર જામીનની અરજીના ઓર્ડરની રાહ જોઈ રહેલા જયસુખ પટેલની તબિયત લથડી છે. તેના પલે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Morbi-Jaysukhpatel

મોરબી પુલ હોનારતના મુખ્ય આરોપી જયસુખ પટેલને Morbi-Jaysukh Patel લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  રેગ્યુલર જામીનની અરજીના ઓર્ડરની રાહ જોઈ રહેલા જયસુખ પટેલની તબિયત લથડી છે. તેના પલે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જયસુખ પટેલને ન્યૂરોસર્જનને બતાવવાની સલાહ આપી છે. તેથી તેમની હજી વધુ શારીરિક ચકાસણી થઈ શકે છે.

ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હાલમાં જેલની કોઠી નંબર-9માં બંધ છે. Morbi-Jaysukh Patel જયસુખ પટેલને ઘરના ગાદલા અને ટિફિનની મંજૂરી આપવામાં આવી છે. તેમની સાથે બે મેનેજર અને ક્લાર્ક પણ જેલમાં બંધ છે. તેઓ જામીન માટે સતત અરજીઓ કરી રહ્યા છે.

મોરબીના ઝુલતા પુલની હોનારતના કેસમાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ તેમજ મેનેજર સહિત નવ આરોપીઓ જેલમાં છે અને હજી સુધી એકેય આરોપીઓને જામીન મળ્યા નતી ત્યારે ગઈકાલે મોરબી કોર્ટમાં જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. Morbi-Jaysukh Patel આ સમયે કોર્ટે આગામી સુનાવણી માટે 15મી એપ્રિલની નવી તારીખ આપી હતી.

ઉલ્લેખનીય છે કે મોરબી પુલ હોનારત બાદ ફરાર જયસુખ પટેલે 31મી ડિસેમ્બરના રોજ મોરબીની કોર્ટમાં સરંડર કર્યુ હતુ. તેના પછી પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તેના પછી કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. Morbi-Jaysukh Patel  રિમાન્ડ પૂરા થયા પછી તે જેલમાં બંધ છે.

કોર્ટમાં રજૂ કરાયું તહોમતનામુ

મોરબી પુલ દુર્ઘટનાના મામલે ગઈ 27મી જાન્યુઆરીએ સેશન્સ કોર્ટમાં Morbi-Jaysukh Patel તહોમતનામુ રજૂ કરવામાં  આવ્યું હતું.  તેમા ભાગેડુ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1,262 પાનાના તહોમતનામાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યુ હતુ. આ તહોમતનામામાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મૂક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મૂકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક ફાયદો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂરુ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો હતો. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલનબળો હોવા છતાં સમારકામના મામલે ઉદાસીનતા દાકવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. બીજા કેબલમાંથી 49માંથી 22 તાર કાટ ખાધેલા હોવા છતાં રિપેર ન કર્યાનું ભોપાળું છતું થયું હતું. આટલું જ નહી ટેકનિકલમદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયુ હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતાં લાઇફ સપોર્ટસિસ્ટમની સગવડ પણ ન હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભોપાલ/ PM મોદીની કોન્ફરન્સ પહેલા નેવી ચીફ એડમિરલ હરિ કુમાર કોરોના પોઝિટિવ, વધુ 21 લોકો પણ સંક્રમિત

આ પણ વાંચોઃ PM Modi’s Degree/ અરવિંદ કેજરીવાલે ફરી ઉઠાવ્યો PM મોદીની ડિગ્રી પર સવાલ, કહ્યું- જો તે અસલી છે તો…

આ પણ વાંચોઃ અમિત શાહ/ ગૃહમંત્રી અમિત શાહનો સાસારામ કાર્યક્રમ રદ્દ, હવે આ જિલ્લાના કાર્યક્રમમાં સામેલ થશે