સાયબર ક્રાઇમ/ સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

સુરતના એક વ્યક્તિ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

Gujarat Surat
Untitled 3 સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

@અમિત રૂપાપરા 

વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના એક વ્યક્તિએ રેસ્ટોરન્ટ પર જમવાનું બુક કરવાના ટાસ્ક પેટે સારા કમિશન મેળવવાની લાલચમાં 7 લાખ કરતા વધુ રૂપિયા ગુમાવ્યા હતા. આ મામલે છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને પોલીસ દ્વારા અગાઉ બે આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરાઈ હતી. ત્યારે વધુ એક આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે અને તેમના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રહેલ 6,36,000 રૂપિયાની રકમ ફ્રીઝ કરાવવામાં આવી હતી.

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાનું નાના મોટું કામ મોબાઈલથી જ કરતા હોય છે. કારણ કે બેન્કિંગ એપ્લિકેશનની મદદથી હજારો લાખો રૂપિયાના વહીવટ પોતાના મોબાઈલથી જ વ્યક્તિ કરી શકે છે. ત્યારે વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે સુરતના એક વ્યક્તિ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપીઓએ પૂર્વ કાવતરું રચી તારીખ 5 જૂન 2023થી 7 જૂન 2023 દરમિયાન આરોપીઓ દ્વારા ફરિયાદીને મોબાઇલ પર એક લિંક મોકલવામાં આવી હતી.

આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને રેસ્ટોરન્ટમાં જમવાનું બુક કરવાના ટાસ્ક પેટે સારું કમિશન મળશે તેવી લાલચ આપી હતી અને ફરિયાદી આરોપીઓની વાતમાં આવી ગયા હતા અને ત્યારબાદ આરોપીઓ દ્વારા ફરિયાદીને મોબાઇલ પર એક લિંક મોકલવામાં આવી હતી અને ત્યારબાદ ફરિયાદી પોતાનું રજીસ્ટ્રેશન આ લિંક પર કર્યું હતું અને રેસ્ટોરન્ટ પર જમવાનું બુક કરવાના ટાસ્ક પેટે આરોપી દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે પહેલો ટાસ્ક પૂરો કરવા પછી 1.25 લાખ રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરિયાદી પાસેથી અલગ અલગ ચાર્જ પેટે 7,46,365 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.

આરોપીઓએ ત્યારબાદ ફરિયાદીને એક પણ વખત પૈસા રિફંડ આપ્યા ન હતા અને અંતે ફરિયાદીને પોતે છેતરાયા હોવાનું માલુમ થતા તેમને તાત્કાલિક જ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ કરી અગાઉ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પ્રકાશ પૂજારી અને માગુનદપ્પા ઉર્ફે મંજુનાથનો સમાવેશ થાય છે. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપી સંદીપ દડ્ડી કરની ધરપકડ મહારાષ્ટ્રના પૂણેથી કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે આરોપીના અલગ અલગ બેંક ખાતામાં રહેલ 6.36 લાખ રૂપિયા પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી

આ પણ વાંચો:સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગમાં વળતરની લાલચ આપી કરી ઠગાઈ, બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત, ચાર દટાયા

આ પણ વાંચો:કાંકરેજમાં વરસાદી પાણીમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત