Crime/ લાકડીના સપાટા મારી ૬૦ વર્ષીય પિતાની પુત્રની સામે જ નિર્મમ હત્યા

નેત્રંગ તાલુકામાં સમાવેશ મેચમાડી ગામે ગત સાંજના સમયે ગમખ્વાર ઘટના બની હતી . જેમાં જમીનના ઝઘડા બાબતે રીસ રાખી નવ જેટલા આરોપીઓએ ભેગા મળી ૬૦ વર્ષીય એક વૃધ્ધને લાકડીના સપાટા મારી લોહી લુહાણ કર્યા હતા

Gujarat Others
tent city 7 લાકડીના સપાટા મારી ૬૦ વર્ષીય પિતાની પુત્રની સામે જ નિર્મમ હત્યા
  • નેત્રંગ તાલુકાના મચમાડી ગામે જમીનની લડાઇમાં વૃધ્ધની હત્યા કરતા ચકચાર
  • નવ આરોપીઓએ ભેગા મળી લાકડીના સપાટા મારી ૬૦ વર્ષીય પિતાની પુત્રની સામે જ હત્યા કરી
  • ખેતરના શેઢા બાબતે રીસ રાખી આરોપીઓએ કાવતરૂ ઘડ્યું
  • ચાર આરોપીઓની ધકપકડ કરતી પોલીસ.

નેત્રંગ તાલુકામાં સમાવેશ મેચમાડી ગામે ગત સાંજના સમયે ગમખ્વાર ઘટના બની હતી . જેમાં જમીનના ઝઘડા બાબતે રીસ રાખી નવ જેટલા આરોપીઓએ ભેગા મળી ૬૦ વર્ષીય એક વૃધ્ધને લાકડીના સપાટા મારી લોહી લુહાણ કર્યા હતા . ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે નેત્રંગ સરકારી હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે રાજપીપલાની સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં આજે વહેલી સવારે પિતાએ દમ તોડ્યો હતો . બનાવ સંદર્ભે ઉમલ્લા પોલીસ મથકે નવ જેટલા આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે .

ઉમલ્લા પોસઇ વી.એસ.હુમ્મરે ઘટના બાદ ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ પુછપરછ હાથ ધરી છે . નેત્રંગ તાલુકા ના મચમાડી ગામે ગત મોડી સાંજના સમયે નવ જેટલા આરોપીઓએ ભેગા મળી એક વૃધ્ધની હત્યા કરી હતી . જેમાં મચમાડી ગામે વલુસીંગ રૂપસીંગ વસાવા અને દિનેશ મનસુખ વસાવાની જંગલખાતાની જમીન બાજુ બાજુમાં આવેલી છે . જેમાં તેઓ વચ્ચે શેઢા વચ્ચે તકરાર ચાલતી હતી . બે દિવસ પહેલા જ દિનેશ વસાવાએ ખેતરની વાળ તેમજ શેઢાની વાળ સળગાવી નાંખતા વલુસીંગ વસાવાએ તેને ઠપકો આપ્યો હતો . લાંબા સમયથી ચાલતી શેઢા બાબતની તકરાર દરમિયાન વલુસીંગ વસાવાએ જંગલખાતાની માપણી મંગાવી હતી , જેમાં વલુસીંગની જમીનમાં આરોપી દિનેશ વસાવા વાવેતર કરતો હતો . જે બાબતની રીસ રાખી ગત મોડી સાંજના સાડા સાત કલાકની આસપાસ નવ જેટલા આરોપીઓએ મારક હથિયાર વડે વલુસીંગનો ઘેરો લગાવ્યો હતો .

જે સમય દરમિયાન તેનો પુત્ર રાજેશ વલુસીંગ વસાવા પણ ત્યાં હાજર હતો . આરોપીઓએ ભેગા મળી લાકડીના સપાટા મારી વલુસીંગ ઉપર હુમલો કર્યો હતો . જે હુમલામાં વલુસીંગને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી . ઇજાગ્રસ્ત વલુસીંગને સારવાર માટે નેત્રંગ સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યારે વધુ સારવાર માટે તેને રાજપીપલા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં આજે સવારના સાત કલાક દરમિયાન વલુસીંગ વસાવાનું મોત નીપજ્યું હતું . બનાવ સંદર્ભ ઉમલ્લા પોલીસે નવ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે . પોલીસે ગોવિંદ મોહન વસાવા , જીતેન્દ્ર મોહન વસાવા , મુકેશ મનસુખ વસાવા અને દિનેશ મનસુખ વસાવાની ધરપકડ કરી તેઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

udhdhav thakre 5 લાકડીના સપાટા મારી ૬૦ વર્ષીય પિતાની પુત્રની સામે જ નિર્મમ હત્યા