ગુજરાત/ સ્વપ્નનું ભરૂચ બનાવવાની નેમ સાથે ‘માય લિવેબલ ભરૂચ પહેલ અભિયાન’

જિલ્લાવહીવટી તંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’નો પ્રારંભ કરાયા બાદ કલેક્ટરના અધ્યકક્ષસ્થાને મંગળવારે સભાખંડમાં મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Others
માય લિવેબલ ભરૂચ

માય લિવેબલ ભરૂચ પહેલ અભિયાન : કલેક્ટર તુષાર સુમેરાએ ચર્ચાઓ કરતા ઉમેર્યું હતું કે, ભારતની કાશી બાદ બીજા નંબરની સૌથી પ્રાચીન નગરીને આવનારા વર્ષોમાં ભારતના ટોપ 0૫ શહેરમાં દરજજો મળે તેવા હેતુથી માય લિવેબલ સિટી બનાવવાની નેમ ધારણ કરી છે. આ પહેલ અંર્તગત સ્વપ્નના ભરૂચની કાયાપલટ માટે તમામ લોકોને સ્માર્ટ સિટીના વિઝન સાથે જોડવું પડશે. અવરનેસ રોલ માટે સ્વૈછિક સંસ્થાઓનો સિંહફાળો રહેશે.

આપણા ભરૂચને ZERO ગારબેજ કલેક્શન, પ્લાસ્ટીક ફ્રી, સારા સ્વચ્છ રસ્તાઓ, ટ્રાફિક, આબાલવૃધ્ધ સૌના માટે હરવા ફરવા લાયક સ્થળો અને હેરીટેજ સાઈટને વિકસીત કરવું, ગાર્ડન, મનોરંજન માટેના શો, Happy street, નેકી કી દીવાર, ફ્રી બર્તન બેંન્ક વગેરે જેવી તમામ  સુવિધાઓ ભરૂચવાસીઓને ભરૂચમાં જ મળી રહે તેવી પહેલના ભાગરૂપે માઈ લિવેબલ ભરૂચ અભિયાન ઘર ઘર સુધી પહોચાડવું છે. તે સાથે તેમણે પોતાના અનુભવ વાગોળ્યા હતા.  સિટીને લાઈફલોંગ જીવવા લાયક બનાવવાની આ પહેલ છે. તેમણે સ્વપ્નાના ભરૂચની કાયાપલટ માટે સ્વૈછિક સંસ્થાઓ પાસે અભિપ્રાય માગ્યા હતા.

બૌડા અંતર્ગત ર નગરપાલિકા સહિત ભરૂચ અને અંક્લેશ્વર તાલુકાના કુલ ૮૯ જેટલા ગામોનો સમાવેશ થયો છે. બૌડાનો કુલ ક્ષેત્રફળ વિસ્તાર ૬૩૫.૦૦ ચો.કીમી જેટલું વિસ્તૃત છે. ભરૂચ નગર પાલિકામાં કુલ ૪ અને અંક્લેશ્વર નગર પાલિકા વિસ્તારમાં કુલ ૧ નગર રચના યોજનાઓ વર્ષ ૨૦૦૬ સુધીમાં ફાઈનલ થઈ હતી. ૧૫ વર્ષના લાંબાગાળા બાદ તાજેતરમાં ભરૂચ વિસ્તારની ૩ અને અંક્લેશ્વર વિસ્તારની ૬ નગર રચના યોજના (ટી. પી. સ્કીમ) ફાઈનલ કરવા માટેની કામગીરી તાત્કાલિક ધોરણે બૌડા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. બાકી રહેતી સુચિત ટી.પી.સ્કીમ સમયાંતરે હાથ ધરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે, ભરૂચ અને અંક્લેશ્વર નગર પાલિકા સાથે સાથે બને તાલુકાના કુલ ૮૯ ગામોનો પણ સમાવેશ આ સ્કીમ હેઠળ થયો છે.

બૌડા માટેની ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ’ ભરૂચ અને અંકલેશ્વરને નવું રૂપ અને નવી ઓળખ આપવા જઈ રહી  છે તેની પહેલના ભાગરૂપે ‘ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સ્વૈછિક સંસ્થાઓની સહભાગીદારી વધે તે હેતુથી માય લિવેબલ ભરૂચ પહેલ અભિયાન’ અંર્તગત મિંટીંગ યોજાઈ હતી.

આ મિંટીંગમાં  નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાધલ, ભરૂચ શહેરના સ્કુલોના આચાર્યશ્રીઓ, સોશ્યલ મિડીયા પાર્ટનર અને CSR Funding partner, બૌડાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:PM મોદીએ મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, CM ભગવંત માને કહ્યું- અમારા માટે મોટી ભેટ

આ પણ વાંચો:પહેલા મંત્રીના ખાતા ઉપર સપાટો અને હવે અધિકારીઓ સામે લાલઆંખ

આ પણ વાંચો:સતત ત્રીજી વખત ભારતને બનાવશે ટાઇટલ ચેમ્પિયન, આ ખેલાડીઓ હશે મેચ વિનર