આપઘાત/ અમરેલીમાં નપાના સસ્પેન્ડેડ ક્લાર્કનો આપઘાત, જાણો કારણે…

નગરપાલિકાના સસ્પેન્ડેડ ક્લાર્કે આપઘાત કરી લીધો છે. સસ્પેન્ડેડ ક્લાર્ક પંકજ જોશીએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

Gujarat Others
આપઘાત

નપાનાં સસ્પેન્ડેડ ક્લાર્કનો આપઘાત
ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
છેલ્લા કેટલાક સમયથી હતા વિવાદમાં
કંપની ડિપોઝિટ ગેરકાયદે કરી રીલિઝ

અમરેલી જિલ્લામાં નગરપાલિકાના સસ્પેન્ડેડ ક્લાર્કે આપઘાત કરી લીધો છે. સસ્પેન્ડેડ ક્લાર્ક પંકજ જોશીએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો:ડીસામાંથી શંકાસ્પદ ઘીનો પર્દાફાશ, જાણો ક્યાં નામે વેચાતું હતું ઘી

આપઘાત

શું હતો વિવાદ?
સસ્પેન્ડેડ ક્લાર્ક પંકજ જોશી છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં હતા. થોડા સમય પહેલા કંસ્ટ્રક્શન કંપનીની ડિપોઝિટ ગેરકાયદેસર રીલિઝ કરવાનો આરોપ પંકજ જોશી પર મૂકવામાં આવ્યો હતો તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેને લઈ તેઓ ઘણા સમયથી વિવાદમાં સંકળાયેલા હતા. જે બાદ આવેશમાં આવીને તેમણે આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

તો પંકજ જોશીનાં આપઘાતનાં પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં છુટછાટ મળશે, જાહેર થશે નવી ગાઇડલાઇન…

આ પણ વાંચો:સુરતમાં કોરોનાથી 4 લોકોએ દમ તોડ્યો, જાણો નવા કેટલા કેસ…….