Not Set/ નાસિક પોલીસે નારાયણ રાણેને પોલીસ મથકે હાજર રહેવા નોટિસ પાઠવી

  જન આશિર્વાદ યાત્રા દરમિયાન રાયગઢમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અંગે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદન બાદ વિવાદ વધ્યો હતો.

Top Stories
નારાયણ

મહારાષ્ટ્રમાં હાલ ટોક ઓફ ધ કન્ટ્રી નારાયણ રાણેનો નિવેદન છે, તેમના નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો અને પોલીસે નારાયણ  રાણેની ધરપકડ કરી હતી બાદમાં તેમને જામીન મળ્યા હતા .હવે ફરી આ જ મામલે નાસિક પોલીસે તેમેને બે સપ્ટેમ્બરે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માૉ્  નોટિસ પાઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  જન આશિર્વાદ યાત્રા દરમિયાન રાયગઢમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અંગે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદન બાદ વિવાદ વધ્યો હતો. નિવેદન પર રાણે વિરુદ્ધ ચાર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. પછી તેમને પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા પરંતુ થોડા સમય બાદ તેમની ધરપકડ કરવામાં આવી.હતી.કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ટિપ્પણી કરવા બદલ મોડી રાત્રે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ધરપકડ બાદ તેને રાયગઢના મહાડ ખાતે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અહીં જજે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જોકે, થોડા સમય બાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

નારાયણ રાણે એક વિવાદીત નિવેદન આપ્યો હતો તે બાદ શિવસૈનિકો સડક પર ઉતર્યા હતા અને ભાજપની ઓફિસ પર તોડફોડ અને પથરાવ કર્યો હતો ત્યાર બાદ શિવસેના અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા, નારાયણ રાણેની ધરપકડ બાદ તેમણે કોર્ટની રાહ પકડી હતી જમાનત માટે તે મેજિસ્ટેડ સમક્ષ હાજર થયા હતા પોતાના વકીલ સાથે મહાડ કોર્ટે તેમને જમાનત આપી દીધી છ, આ નિવેદન બાદ રાજકીય સંઘર્ષ વધશે ભાજપ અને શિવસેના વચ્ચે એક મોટી રાજકીય લડાઇ નજીકના સમયમાં જોવા મળશે.

શાબ્દિક હુમલો / ડોનાલ્ડ ટ્રમ્પનો શાબ્દિક હુમલો, બાઇડેન કેટલા આતંકવાદી અમેરિકામાં લાવ્યા ?

ઉતરાખંડ / દહેરાદૂનમાં વાદળ ફાટવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા, SDRF ટીમ એલર્ટ કરાઈ

મહત્વના ન્યુઝ / ધોરણ 10 રિપીટરનું પરિણામ માત્ર ૧૦.૦૪ ટકા ,વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે