Not Set/ દિલ્લીમાં હવાના પ્રદુષણને લઈને મેટ્રોએ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્લી દિલ્લીમાં દર વર્ષે જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ હવાના પ્રદુષણમાં વધારો થતો જાય છે. દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત પ્રદુષણને લઈને કોઈ અગત્યનો નિયમ લીધો છે. મેટ્રો ટ્રેન દ્વારા તેના ફેરાની સંખ્યા વધારી દેવામાં આવી છે. મેટ્રોએ પોતાના નેટવર્કમાં નીજી ૨૧ ટ્રેનને જોડી દીધી છે. જે રોજના ૮૧૨ ફેરા […]

Top Stories India Trending
589506 delhi metro1 દિલ્લીમાં હવાના પ્રદુષણને લઈને મેટ્રોએ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્લી

દિલ્લીમાં દર વર્ષે જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ હવાના પ્રદુષણમાં વધારો થતો જાય છે. દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત પ્રદુષણને લઈને કોઈ અગત્યનો નિયમ લીધો છે.

મેટ્રો ટ્રેન દ્વારા તેના ફેરાની સંખ્યા વધારી દેવામાં આવી છે. મેટ્રોએ પોતાના નેટવર્કમાં નીજી ૨૧ ટ્રેનને જોડી દીધી છે. જે રોજના ૮૧૨ ફેરા કરશે.

ટ્રેનની સંખ્યામાં વધારો થતા મોટા ભાગના લોકો ખાનગી વાહનોને બદલે મેટ્રોમાં જવાનું પસંદ કરશે તો વાહનોને લીધે થતું હવાનું પ્રદુષણ ઓછુ કરી શકાય છે.

પ્રદુષણની વચ્ચે મોટા ભાગના લોકો સ્મોક અને ધૂળથી બચીને રસ્તાને બદલે મેટ્રોમાં સફર કરશે.

ડીએમઆરસીએ જણાવ્યું કે પ્રથમ વખત એક દિવસમાં ૪૮૩૧ ફેરા ટ્રેન કરશે. અત્યાર સુધીમાં આ આંકડો સૌથી વધારે છે તેમ કહી શકાય.

મહત્વનું છે કે  હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા ખેતરનો કચરો સળગાવવાને લીધે ખુબ વધારે હવાનું પ્રદુષણ થાય છે. હાલમાં જ જાહેર થયેલા એક રીપોર્ટમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં કીધું છે કે વર્ષ ૨૦૧૬માં દિલ્લીમાં આશરે ૧૫ હજાર લોકો હવાના પ્રદુષણના લીધે મૃત્યુ પામ્યા છે.

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાંથી સૌથી ઝેરી હવાને લીધે થયેલા મોતમાં દિલ્લી ત્રીજા નંબર પર છે.

ઝેરી હવાના લીધે થયેલા મોતમાં ૨.૫ પીએમમાં  શંઘાઈ પ્રથમ નંબરે છે જ્યાં વર્ષ ૨૦૧૬માં ૧૮,૨૦૦ લોકોના મૃત્યુ થયા છે જયારે બીજા નંબર પર બીજિંગ છે. અહી હવાના પ્રદુષણના લીધે ૧૭,૬૦૦ લોકો મોતને ભેટ્યા છે.

પીએમ ૨.૫નો અર્થ થાય છે કે હવામંડળમાં સૌથી ઓછા વ્યાસ ધરાવતા કણ કે જે શરીરમાં અંદરથી નુકશાન પહોચાડી શકે છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૨.૫ પીએમના લીધે ઘણી બીમારીઓ પણ થાય છે.

ભારતમાં દિલ્લી બાદ સૌથી વધારે મૃત્યુમાં મુંબઈનો નંબર આવે છે. મુંબઈમાં વર્ષ ૨૦૧૬માં ૧૦,૫૦૦ લોકોના મૃત્યુ થયા છે તો બીજી તરફ ચેન્નાઈ અને બેંગ્લોરમાં ૫૦૦૦ લોકોના મોત થયા છે.