Morbi/ વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર દ.ગુ. યુનિ.ની 2019ની નર્સિંગ પરીક્ષાની ઉત્તરવહીઓ રેઢીમળી આવી

વાંકાનેરના ચંદ્રપુર નજીક નર્સિંગ કોલેજની ઉત્તરવહીઓ રેઢી હાલતમાં મળી આવી હતી. વાંકાનેર નજીક નેશનલ હાઈવે પરથી વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીની ઉત્તરવહીઓ મળી

Gujarat
1

રવિ મોટવાણી, મોરબી @ મંતવ્ય ન્યૂઝ

વાંકાનેરના ચંદ્રપુર નજીક નર્સિંગ કોલેજની ઉત્તરવહીઓ રેઢી હાલતમાં મળી આવી હતી. વાંકાનેર નજીક નેશનલ હાઈવે પરથી વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીની ઉત્તરવહીઓ મળી આવી હોય જે મામલે જીલ્લા કલેકટરથી લઈને રાજ્યના મુખ્યમંત્રીને સોશ્યલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે.

Prison / રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકાર નવલનીને ત્રણ વર્ષની જેલ, હિંસા ભડકવાના સંકેત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક હાઈવે પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એફવાય બીએસસી નર્સિંગની ઉત્તરવહીઓ હાઈવે પર રેઢી હાલતમાં મળી આવી હતી અને કચરો ઉઠાવનારને ઉત્તરવહીઓ મળી હોય ત્યારે નજીકમાં રેડ રોઝ હોટલવાળા મહેબુબભાઇ મુલતાનીના ધ્યાનમાં આવતા તેમને 20 – 25 જેટલી ઉત્તરવહીઓ હાઇવે પરથી મળી હોવાનું ધ્યાને આવ્યું હતું જે ઉત્તરવહીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફવાય બીએસસી નર્સિંગની હોવાનું માલુમ પડયું હતું આ ઉત્તરવહીઓ 2019 માં લેવાયેલ એક્ઝામની હતી. આમ વીર નર્મદ યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે.

Corona vaccination / ભારતને મોટી સફળતા, સૌથી ઓછા સમયમાં 40 લાખ રસી કરણ કરાવનાર બન્યો પ્રથમ દેશ 

આ યુનિવર્સિટી 2019 માં લેવાયેલી એકઝામની ઉત્તરવહીનો નિયમ અનુસાર અને યોગ્ય રીતે નિકાલ કરી શકાઈ નથી અને સુરતની યુનીવર્સીટીની ઉત્તરવહીઓ વાંકાનેર હાઈવે પર રઝળતી જોવા મળી છે જે ઘટના અંગે વાંકાનેરના આગેવાને ટ્વીટરના માધ્યમથી મોરબી-સુરત કલેકટર તેમજ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને જાણ કરી રજૂઆત કરવામાં આવી છે તેમજ જવાબદારો સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…