Not Set/ પીએમ મોદીએ નોઈડામાં ડ્રાઈવરલેસ મેટ્રોને બતાવી લીલી ઝંડી, ઉદ્ઘાટન કર્યાં બાદ માણી મુસાફરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ દેશભરમાં સૌપ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત થવા જઈ રહી છે. મેટ્રો લાઈનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ નોઈડાના બોટનિકલ ગાર્ડન સ્ટેશનથી ઓખલા બર્ડ સ્ટેશન સુધી મેટ્રોની મુસાફરી કરી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. […]

Top Stories
modi magenta line પીએમ મોદીએ નોઈડામાં ડ્રાઈવરલેસ મેટ્રોને બતાવી લીલી ઝંડી, ઉદ્ઘાટન કર્યાં બાદ માણી મુસાફરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ દેશભરમાં સૌપ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત થવા જઈ રહી છે. મેટ્રો લાઈનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ નોઈડાના બોટનિકલ ગાર્ડન સ્ટેશનથી ઓખલા બર્ડ સ્ટેશન સુધી મેટ્રોની મુસાફરી કરી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

magenta line પીએમ મોદીએ નોઈડામાં ડ્રાઈવરલેસ મેટ્રોને બતાવી લીલી ઝંડી, ઉદ્ઘાટન કર્યાં બાદ માણી મુસાફરી

આ મેટ્રો લાઈન દક્ષિણ દિલ્લીના કાલકાજી મંદિરથી સીધા નોઈડાના બોટનિકલ ગાર્ડન સાથે જોડશે. ઉલ્લેખનિય છે કે,રવિવારે મેટ્રો લાઈનના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “દિલ્હી મેટ્રોની નવનિર્મિત મેજેન્ટા લાઇન શહેર પરિવહનના  આધુનિકીકરણની મિસાલ છે. આ લાઇન દિલ્હી અને નોઇડાની વચ્ચેની યાત્રા તેજ અને આરામ દાયક બનાવશે”.