Not Set/ આ ગામે આસારામ સામે પ્રથમ જંગ છેડ્યો હતો, આસારામને આજીવન કેદની સજા મળતા ગામમાં દિવાળી જેવો માહોલ

પેઢમાલા, સાબરકાંઠાના પેઢમાલામાં આશારામને સજા મળતા જ જાણે કે આનંદ છવાયો છે. ગામના લોકો એ આશારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરુધ્ધ વર્ષો થી જંગ છેડ્યો હતો અને આશારામ અને તેમના પુત્રના પેઢમાલા પર્વત સ્થિતી આશ્રમ થી તેમને દુર કરવા માટે નો જંગ આદર્યો હતો અને તેમની લીલાઓનો વિરોધ કર્યો હતો પરંતુ હવે સગીરા પર રેપ […]

Top Stories
as 11 આ ગામે આસારામ સામે પ્રથમ જંગ છેડ્યો હતો, આસારામને આજીવન કેદની સજા મળતા ગામમાં દિવાળી જેવો માહોલ

પેઢમાલા,

સાબરકાંઠાના પેઢમાલામાં આશારામને સજા મળતા જ જાણે કે આનંદ છવાયો છે. ગામના લોકો એ આશારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરુધ્ધ વર્ષો થી જંગ છેડ્યો હતો અને આશારામ અને તેમના પુત્રના પેઢમાલા પર્વત સ્થિતી આશ્રમ થી તેમને દુર કરવા માટે નો જંગ આદર્યો હતો અને તેમની લીલાઓનો વિરોધ કર્યો હતો પરંતુ હવે સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત માન્યાં હતા. આ કેસમાં પાંચ આરોપીઓ હતા,જેમાં કોર્ટે આસારામ સહિત ત્રણને દોષિત માન્યા છે. જોધપુર કોર્ટે આસારામને બળાત્કાર આજીવન કેદની સજા ફટકારતા જ પેઢમાલા ગામમાં આનંદ વર્તાયો છે.

વર્ષો અગાઉ પેઢમાલા પર્વત પર આશારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇનો આશ્રમ હતો અને ગામના લોકો આ આશ્રમ નહી પણ લીલાનુ કેન્દ્ર હોવાનો આક્ષેપ કરતા રહ્યા હતા અને ગામથી દુર કરવા માટે માંગ કરી લડત ચલાવી હતી. આશારામ અને તેમના પુત્ર સામે સૌ પ્રથમ જંગ છેડનાર આ ગામ હોવાનુ માનવામાં આવે છે. જોકે આજે જંગ છેડનાર તો આ દુનિયામાં હયાત નથી.

as 13 આ ગામે આસારામ સામે પ્રથમ જંગ છેડ્યો હતો, આસારામને આજીવન કેદની સજા મળતા ગામમાં દિવાળી જેવો માહોલ

ગામના સ્થાનિક કેશરીસિંહ ઝાલનું કહેવું છે કે, અમારા ગામની એક ઓળખ હતી અને આસારામ અને તેના પુત્ર એ અહી દુષણ પેદા કર્યુ હતુ અને એટલે આજે જે સજા થઇ છે તેનાથી અમને આનંદ છે. સજા થઇ છે તેનાથી અમે અને ગામના લોકો ખુશ છીએ આ લોકોને આકરી સજા થવી જોઇએ.

હિંમતનગર નજીક અરવલ્લીની ગીરીમાળાઓમાં નારાયણ સાંઇ કે જે આસારામના પુત્ર છે તેમણે અહી આશ્રમ સ્થાપ્યો હતો અને જ્યાં આસારામ અને તેમના પુત્ર અહી લીલા કરતા હતા તેમ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો અને આસારામ અને તેમના પુત્રએ સરકારી ગૌચરની જમીનમાં આશ્રમ સ્થાપી લીલા આચરતા હોવાની વાતને લઇને પેઢમાલાના સ્થાનિક ગ્રામ જનો એ સ્વ લાભશંકર પંડ્યાની આગેવાનીમાં વિરોધની ઝુંબેશ ઉપાડી હતી જ્યારે આસારામ અને તેમના પુત્રની ધરપકડ થઇ હતી ત્યારે ગામમાં દીવાળી જેવો માહોલ સર્જાયો હતો અને હવે જ્યારે આસારામને આજીવન કેદની સજા ફટકારાઇ છે ત્યારેગામના લોકોએ સજાને આવકારી છે.

as 12 આ ગામે આસારામ સામે પ્રથમ જંગ છેડ્યો હતો, આસારામને આજીવન કેદની સજા મળતા ગામમાં દિવાળી જેવો માહોલ

સ્થાનિક મુકેશ પંડ્યાનું કહેવું છે કે, અમારા ગામના લક્ષ્મીભાઇએ વિરોધ કરીને પહેલી વાર ઝુંબેશ ઉપાડી વિરોધ કર્યો હતો અને જે આજે સફળ થઇ છે.

આસારામ અને નારાયણ સાંઇને ખોટા ખેડુતો હોવાથી લઇને તેમના સામે અનેક આક્ષેપો સાથે લડાઇ શરુ કરનારા ગામે આશારામ અને તેમના માણસોની અનેક હેરાનગતી પણ ગામના લોકોએ ભોગવી છે અને જેના પરીણામે આજે પેઢમાલા ગામ સજાને લઇ્ને રાજી છે.