Not Set/ રાહુલ ગાંધીની સફળતા માટે જીજાજી રોબર્ટ વાડ્રાનું ટેમ્પલ રન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા એ કહ્યું કે દેશમાં બદલાવની જરૂર છે. અને આ પરિવર્તન આવશે કારણ કે એમનો પરિવાર અને રાહુલ ગાંધી આ માટે ખુબ મહેનત કરી રહ્યા છે. વાડ્રાએ કહ્યું કે ભારતવાસીઓએ ઘણું સહન કર્યું છે. પરંતુ એમણે એ નથી જણાવ્યું કે એમનો ઈશારો કઈ તરફ છે. વાડ્રા દેશભરમાં આધ્યાત્મિક […]

Top Stories India
index 2 રાહુલ ગાંધીની સફળતા માટે જીજાજી રોબર્ટ વાડ્રાનું ટેમ્પલ રન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા એ કહ્યું કે દેશમાં બદલાવની જરૂર છે. અને આ પરિવર્તન આવશે કારણ કે એમનો પરિવાર અને રાહુલ ગાંધી આ માટે ખુબ મહેનત કરી રહ્યા છે. વાડ્રાએ કહ્યું કે ભારતવાસીઓએ ઘણું સહન કર્યું છે. પરંતુ એમણે એ નથી જણાવ્યું કે એમનો ઈશારો કઈ તરફ છે.

વાડ્રા દેશભરમાં આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા છે. એમણે રવિવારે સવારે આંધ્ર પ્રદેશ સ્થિત તિરૂપતિ મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ એક ફોટો સાથે ફેસબૂક પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો.

priyanka Gandhi 20160521 350 630 રાહુલ ગાંધીની સફળતા માટે જીજાજી રોબર્ટ વાડ્રાનું ટેમ્પલ રન

મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રિયંકા ગાંધીના પતિએ કહ્યું કે એક બદલાવની જરૂર છે. અને મને લાગે છે કે બદલાવ આવશે. મારા ખ્યાલ મુજબ મારો પરિવાર ઘણી મહેનત કરી રહ્યો છે. રાહુલ કઠોર મહેનત કરી રહ્યા છે. અમે હંમેશા એમની સહાયતા તૈયાર છીએ. પ્રિયંકા અને હું હંમેશા રાહુલની સહાયતા માટે છીએ.

વાડ્રાએ કહ્યું કે મારુ માનવાનું છે કે લોકો બદલાવ ઈચ્છે છે. હું જોઈ શકું છું કે લોકોએ ખુબ સહન કર્યું છે. આપણે બધાએ ધર્મનિરપેક્ષ થવાની જરૂર છે, જે આપણા દેશ માટે ખુબ જરૂરી છે. અમે અહીં ભારતના લોકોની સાથે છીએ, અને એમના માટે તમામ સંઘર્ષ કરીશું, અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપીશું.

1159174 Wallpaper2 e1534749040380 રાહુલ ગાંધીની સફળતા માટે જીજાજી રોબર્ટ વાડ્રાનું ટેમ્પલ રન

એમણે શરૂઆતમાં શ્રી પદ્માવતી અમ્માવરુ મંદિરમાં પ્રાર્થના કરી, અને પછી તિરુમાલા ગયા. એમને સુપ્રભાતમ દર્શન માટે મોડી રાતે બે વાગ્યા સુધી રાહ જોવી પડી હતી. વાડ્રા પર પલટવાર કરતા ભાજપે કહ્યું કે એમની ટિપ્પણી દર્શાવે છે કે ગાંધી પરિવાર માં સત્તાની દાવેદારીની લઈને બેચેની છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે તો હવે દેશને શાસન બાબતે શ્રી રોબર્ટ વાડ્રા પાસેથી ઉપદેશ લેવો પડશે. એમણે કહ્યું કે ગાંધી પરિવાર ને સત્તામાં રહેવાની આદત છે. પાત્રાએ કહ્યું કે આ દેશ એક વંશ, એક પરિવાર નો નથી.