Not Set/ પેટા ચૂંટણી રિઝલ્ટ : UP-બિહારની ૩ લોકસભા સીટો પર ભાજપની હાર, યોગી-નીતીશ પરીક્ષામાં ફેલ

ગોરખપુર, ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા તેમજ પાડોશી રાજ્ય બિહારની અરસિયા લોકસભા તેમજ બે વિધાનસભાની ચૂંટણી માટે હાથ ધરાઈ રહેલી મતગણતરીનું પિક્ચર સાફ થઇ ગયું છે. યુપીમાં સીએમ યોગી આદિત્યનાથના ગઢ કહેવાતા ગોરખપુર તેમજ ફૂલપુર લોકસભા સીટ પર સત્તાધારી પક્ષ ભાજપનો પરાજય થયો છે અને અખિલેશ યાદવની પાર્ટી સપાનો શાનદાર વિજય થયો છે. જયારે બિહારની […]

Top Stories
up પેટા ચૂંટણી રિઝલ્ટ : UP-બિહારની ૩ લોકસભા સીટો પર ભાજપની હાર, યોગી-નીતીશ પરીક્ષામાં ફેલ

ગોરખપુર,

ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા તેમજ પાડોશી રાજ્ય બિહારની અરસિયા લોકસભા તેમજ બે વિધાનસભાની ચૂંટણી માટે હાથ ધરાઈ રહેલી મતગણતરીનું પિક્ચર સાફ થઇ ગયું છે. યુપીમાં સીએમ યોગી આદિત્યનાથના ગઢ કહેવાતા ગોરખપુર તેમજ ફૂલપુર લોકસભા સીટ પર સત્તાધારી પક્ષ ભાજપનો પરાજય થયો છે અને અખિલેશ યાદવની પાર્ટી સપાનો શાનદાર વિજય થયો છે. જયારે બિહારની અરસિયા સીટ પર પણ લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડીએ બાજી મારી છે.

આ ઉપરાંત બિહારની જહાનાબાદ વિધાનસભા સીટ પર આરજેડીના ઉમેદવાર વિજય હાંસલ કર્યો છે જયારે માત્ર ભભુઆ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.

મહત્વનું છે કે, આ પેટાચૂંટણીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય તેમજ બિહારમાં સીએમ નીતીશ કુમાર અગ્નિપરીક્ષા માનવામાં આવી રહી હતી પરંતુ તેઓ આ પરીક્ષામાં ફેલ થયા છે. જયારે બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ જીત મેળવવામાં સફળ થયા છે.

ઉત્તરપ્રદેશમાં મળેલી હાર બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, યુપીની જનતા દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તે મંજૂર છે. આ રિઝલ્ટ અસાધારણ છે. આ પરિણામોને લઇ ટુંક સમયમાં સમીક્ષા કરવામાં આવશે. હું વિજેતા ઉમેદવારોને અભિનંદન આપું છું.

ઉત્તરપ્રદેશ બંને લોકસભા સીટ પર મળેલી સફળતા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, હું ગોરખપુર અને ફૂલપુરની જનતાને ઘન્યવાદ આપવા માંગું છું. તેમજ માયાવતીજીનો પણ ખુબ આભાર પ્રગટ કરવા માંગું છું.

બિહારમાં મળેલી સફળતા બાદ રાષ્ટ્રીય જનતા દળના કાર્યકર્તાઓએ પટના ખાતે વિજયોત્સવ મનાવ્યો હતો.

જુઓ, પેટાચૂંટણીના રિઝલ્ટની અપડેટ :

સીએમ યોગીના ગઢમાં પડ્યું ગાબડું

બિહારની જહાનાબાદ વિધાનસભા બેઠક પર આરજેડીના ઉમેદવાર કુમાર કૃષ્ણએ જીત હાંસલ કરી છે. કૃષ્ણ કુમારે જેડીયુના ઉમેદવાર અભિરામ શર્માને ૩૫૦૩૬ વોટથી હરાવ્યા છે.

ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવિણ નિષાદે ૨૧,૮૧૧ વોટથી જીત મેળવી છે.ના ઉમેદવાર ઉપેન્દ્ર શુક્લા કરતા ૨૮૩૫૮ વોટથી આગળ ચાલી રહ્યા છે. સપાના ઉમેદવારને ૩૦૭૭૨૭ મત મળ્યા છે જયારે બીજેપીને ૨૭૯૩૬૯ વોટ મળ્યા છે.

ફૂલપુર લોકસભા સીટ પર થયેલી મતગણતરીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાગેન્દ્ર પટેલે ૫૯ હજાર મતથી જીત મેળવી છે.૩૦૮૦૫ વોટથી આગળ ચાલી રહ્યા છે. નાગેન્દ્ર પટેલને ૨,૩૮,૯૩૩ અને બીજેપીના ઉમેદવાર કૌશલેન્દ્ર પટેલને ૨,૦૮,૧૨૮ વોટ મળ્યા છે.

બિહારની અરસિયા લોકસભા સીટ પર આરજેડીએ ૬૧૯૮૮ વોટથી જીત મેળવી છે. આરજેડીના ઉમેદવારને ૫૦૯૩૩૪ મત અને બીજેપીના ઉમેદવારને ૪૪૭૩૪૬ વોટ મળ્યા છે.

બિહારની ભભુઆ વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીને વિજય હાંસલ કર્યો છે. બીજેપીના ઉમેદવાર રિંકી રાની પાંડેએ કોંગ્રેસના શંભુ સિંહ પટેલે ૧૫ હજારથી વધુ મતના અંતરથી વિજય હાંસલ કર્યો છે.