Not Set/ કેદી નંબર 130 આસારામને જેલના આ નિયમોનું કરવું પડશે પાલન

  સગીરા સાથે દુષ્કર્મ કરવા બાબતે આરોપી આશારામને જોધપુર કોર્ટ દ્વારા આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. હવે બાકીનું જીવન આસારામને કેદી નંબર 130 થઈને જોધપુર જેલમાં જ ગુજારવાનું રહેશે. આસારામ સહીત તેમના છિંદવાડા ગુરુકુળની વોર્ડન શિલ્પી અને ડિરેક્ટર શરત ચંદ્રને પણ 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી શિવા અને રસોઈયા […]

Gujarat
228640 228346 asaram કેદી નંબર 130 આસારામને જેલના આ નિયમોનું કરવું પડશે પાલન

 

સગીરા સાથે દુષ્કર્મ કરવા બાબતે આરોપી આશારામને જોધપુર કોર્ટ દ્વારા આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. હવે બાકીનું જીવન આસારામને કેદી નંબર 130 થઈને જોધપુર જેલમાં જ ગુજારવાનું રહેશે. આસારામ સહીત તેમના છિંદવાડા ગુરુકુળની વોર્ડન શિલ્પી અને ડિરેક્ટર શરત ચંદ્રને પણ 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી શિવા અને રસોઈયા પ્રકાશને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.

જોધપુર સેન્ટ્રલ જેલમાં 4 વર્ષ અને સાત મહિનાથી કેદ આસારામ હવે કેદી નંબર 130 તરીકે ઓળખવમાં આવશે. આટલા સમય આરોપી તરીકે રહેલા આસારામને હવે દોષિત બનાવી અને બેરેક નંબર 1 માં મોકલવામાં આવ્યા છે.

228399 bapu185 કેદી નંબર 130 આસારામને જેલના આ નિયમોનું કરવું પડશે પાલન

આશારામને જમવાનું પણ જેલનું જ આપવામાં આવશે પરંતુ રાતે તેઓ જમતા નથી આથી કેન્ટીનમાંથી દૂધ આપવામાં આવશે. આશારામ 70 વર્ષથી ઉપરના છે. આથી તેમને કોઈ શારીરિક કામ સોંપવામાં નહિ આવે પરંતુ હળવા કામ જેવા કે જેલમાં ઝાડ-છોડને પાણી પીવડાવવાનું વગેરે સોંપવામાં આવશે.

આસારામના સેવક શરદચંદ્રને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે આથી તે પણ આસારામની સાથે જેલમાં જ રહેશે.