Not Set/ પીએમ મોદીની આગેવાનીમાં સીબીઆઈ રાજકીય બદલો લેવાનું હથિયાર બની ગઈ છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે પ્રધાનમંત્રી મોદી પર સીબીઆઈ જોઈન્ટ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના લાંચ કેસ બાબતે પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદીની આગેવાની હેઠળ તપાસ એજન્સી રાજકીય બદલો લેવાનું હથિયાર બની ગઈ છે. ગાંધીએ આગળ જણાવ્યું કે, પીએમના બ્લુ આંખોવાળા માણસ, ગુજરાત કેડરના ઓફિસર, ગોધરા એસઆઇટીના જાણીતા અને સીબીઆઈમાં નંબર-2 પર ઘૂસણખોરી કરનારા રાકેશ અસ્થાના લાંચ લેતા ઝડપાઇ […]

Top Stories India
7USdORg6aCnWDnkpOII39ZAhVpE5c4eo52067392 પીએમ મોદીની આગેવાનીમાં સીબીઆઈ રાજકીય બદલો લેવાનું હથિયાર બની ગઈ છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે પ્રધાનમંત્રી મોદી પર સીબીઆઈ જોઈન્ટ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના લાંચ કેસ બાબતે પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદીની આગેવાની હેઠળ તપાસ એજન્સી રાજકીય બદલો લેવાનું હથિયાર બની ગઈ છે.

ગાંધીએ આગળ જણાવ્યું કે, પીએમના બ્લુ આંખોવાળા માણસ, ગુજરાત કેડરના ઓફિસર, ગોધરા એસઆઇટીના જાણીતા અને સીબીઆઈમાં નંબર-2 પર ઘૂસણખોરી કરનારા રાકેશ અસ્થાના લાંચ લેતા ઝડપાઇ ગયા છે.

જણાવી દઈએ કે, સીબીઆઈ નંબર-2 રાકેશ અસ્થાના વિરુદ્ધ માસ એક્સપોર્ટ કરતા વ્યવસાયી મોઇન કુરેશી પાસે લાંચ માંગવા અને લેવાની ફરિયાદ કરવામાં આવી છે. કુરેશીના કેસમાં અસ્થાના એસઆઈટીનું નેતૃત્વ કરી રહયા છે.

સીબીઆઈએ એસઆઈટીમાં નાયબ એસપી સહીત અન્ય લોકો વિરુદ્ધ પણ લાંચ રુશ્વત કાયદા હેઠળ ફરિયાદ નોંધી છે.