airlines/ અયોધ્યાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટની બેદરકારી

પ્લેનમાં સવાર એક મુસાફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની સાથે થયેલા ભયાનક અનુભવની જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર……..

India
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 63 અયોધ્યાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટની બેદરકારી

New Delhi News: અયોધ્યાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોનું પ્લેન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ શક્યું ન હતું, પરંતુ અહીં આશ્ચર્યની વાત એ હતી કે પ્લેનમાં માત્ર બે મિનિટનું ઈંધણ બચ્યું હતું.

પ્લેનમાં સવાર એક મુસાફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની સાથે થયેલા ભયાનક અનુભવની જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર પ્લેનને લેન્ડ કરવાનો બે વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે સફળ થયો નહોતો. આ પછી પ્લેનને ચંદીગઢ તરફ વાળવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ઈન્ડિગો પર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ફ્લાઈટમાં બેઠેલા એક મુસાફરે જણાવ્યું કે ઈન્ડિગોની આ ફ્લાઈટ 13 એપ્રિલે બપોરે 3.25 વાગ્યે અયોધ્યાથી રવાના થવાની હતી અને સાંજે 4.30 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી. જોકે, લેન્ડિંગની લગભગ 15 મિનિટ પહેલા પાયલટે જાહેરાત કરી હતી કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ ત્યાં લેન્ડ નહીં થાય. વિમાન થોડીવાર દિલ્હીના આકાશમાં ચક્કર લગાવતું રહ્યું. વિમાને બે વખત લેન્ડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ બંને વખત નિષ્ફળ ગયો.

દરમિયાન પ્લેનમાં માત્ર 45 મિનિટનું ઇંધણ બચ્યું છે. વિમાનને બે વાર લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને અંતે સાંજે 5:30 વાગ્યે પાયલોટે કહ્યું કે તે પ્લેનને ચંદીગઢ તરફ ડાયવર્ટ કરી રહ્યો છે. આ સમયે ઘણા મુસાફરોની તબિયત બગડી હતી. પ્લેનમાં 45 મિનિટનું ઇંધણ બાકી હોવાની જાહેરાતના 115 મિનિટ પછી સાંજે પ્લેનને ચંદીગઢ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે લેન્ડિંગ પછી એક ક્રૂ મેમ્બર પાસેથી ખબર પડી કે એકદમ છેલ્લી ક્ષણે લેન્ડ થયા હતા, હકીકતમાં પ્લેનમાં માત્ર એકથી બે મિનિટનું ઇંધણ બચ્યું હતું. આ બહુ મોટી બેદરકારી છે. DGCAને સોશિયલ મીડિયામાં ટેગ કરી આ મામલે તપાસની માગ કરી હતી.

આ મામલે ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે 13 એપ્રિલના રોજ અયોધ્યાથી દિલ્હી જતી ફ્લાઈટને દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફ્ટના કેપ્ટને SOPના દાયરામાં રહીને કામ કર્યું. આ એક સંપૂર્ણપણે સલામત પ્રક્રિયા છે. વિમાનને વૈકલ્પિક એરપોર્ટ પર લઈ જવા માટે વિમાનમાં દરેક સમયે પૂરતું બળતણ હતું. અમારા મુસાફરોની સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે આ માગ ફગાવી

આ પણ વાંચો:જે પણ સંવિધાન બદલવાની કોશિષ કરશે, જનતા તેની આંખ કાઢી લેશે

આ પણ વાંચો:રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ, તમિલનાડુમાં ઉતરતાની સાથે જ અધિકારીઓ પહોંચ્યા