રથયાત્રા/ આજે નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે બાંધવામાં આવે છે પાટા?

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનું પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે. પરંતુ શું છે તેનું કારણ ?

Ahmedabad Gujarat
નેત્રોત્સવ વિધિ

15 દિવસ સુધી મામાના ઘરે રહ્યા બાદ આજે ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા છે.નિજ મંદિરે પરત ફરેલા ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે.ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં ગયા હતા અને હવે પરત ફર્યા છે.મોસાળમાં ભગવાનની ભારે આગતાસ્વાગતા કરવામાં આવી. મોસાણામાં અનેક પ્રકારના મિષ્ટાનો તેમજ કેરી અને જાંબુ સહિતના ફળો ભગવાને આરોગ્યા.જેને કારણે ભગવાનની આંખો આવી ગઈ. તેથી નિજ મંદિરે આવ્યા બાદ ભગવાનની આંખો પર પાટા બાંધી દેવામાં આવ્યા છે અને આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

એક માન્યતા મુજબ રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાના દિવસથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે 15 દિવસ પોતાના મોસાળમાં જતા હોય છે જયારે અમાસના દિવસે નિજ મંદિરે પરત ફરે છે. જ્યારે ભગવાનની મોસાળમાં આગતા સ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક ભોજન, મિષ્ટાનો, કેરી અને જાંબુ આરોગ્યા હોય છે. જેના લીધે માન્યતા છે કે તેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી અમાસના દિવસે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજા રોહણની વિધિ કરવામાં આવશે અને પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.

આજે મામાના ઘરેથી મંદિરે પરત આવે છે ત્યારે આંખો આવી જાય છે. જેથી તેઓને આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ મંદિર પર પીળા કલરની ધજા લગાવવામાં આવે છે. અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દેશભરમાંથી અને રાજ્યમાંથી આવેલા સાધુ સંતોનો ભંડારો યોજાતો હોય છે.

સવારે 9.30 કલાકે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવે છે. તેના બાદ વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવશે. બાદમાં સાધુ-સંતો માટે 11.30 કલાકે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું, જાણો ક્યાં છે વરસાદની અપેક્ષા

આ પણ વાંચો:કોન્ટ્રાક્ટરે 34% વધુ ભાવે 536 કરોડનો રોડ કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ પણ 26 કરોડનો વધારો માંગ્યો

આ પણ વાંચો:તુર્કીની ધરતી બોલશે ગુજરાતી રાસગરબાની રમઝટ : ગોંડલનાં કલાકાર મચાવશે ધૂમ