Not Set/ કુંડા સામુહિક હત્યા મામલે નવો વણાક, સમાજે મૃતદેહ સ્વીકારવાની ભણી “ના”

બનાસકાંઠાનાં લાખણી તાલુકાના કુંડામાં 4 લોકોની સામુહિક હત્યા મામલે ચૌધરી સમાજના લોકો દ્રારા ધરણા યોજવામા આવી રહ્યા છે.  ચૌધરી સમાજ ધરણા પર બેસી ગયું છે અને સમાજની આવી માંગ છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે. સાથે સાથે કુંડા સામુહિક હત્યાનાં વિરોધમાં બનાસકાંઠા બંધનું એલાન આપવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા […]

Top Stories Gujarat Others
bnk group murder કુંડા સામુહિક હત્યા મામલે નવો વણાક, સમાજે મૃતદેહ સ્વીકારવાની ભણી "ના"

બનાસકાંઠાનાં લાખણી તાલુકાના કુંડામાં 4 લોકોની સામુહિક હત્યા મામલે ચૌધરી સમાજના લોકો દ્રારા ધરણા યોજવામા આવી રહ્યા છે.  ચૌધરી સમાજ ધરણા પર બેસી ગયું છે અને સમાજની આવી માંગ છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે.

bsk2 કુંડા સામુહિક હત્યા મામલે નવો વણાક, સમાજે મૃતદેહ સ્વીકારવાની ભણી "ના"

સાથે સાથે કુંડા સામુહિક હત્યાનાં વિરોધમાં બનાસકાંઠા બંધનું એલાન આપવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે વાયરલ મેસેજમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનોને આજે 10 વાગે હાજર રહેવા આહવાન કરવામા આવ્યુ હોવાનું પણ સામે આવી રહ્યું છે. મેસેજ ફરતા થયાં અને ધૃણાસ્પદ ઘટના ના પગલે બનાસકાંઠાનાં લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચૌધરી સમાજના હજારો લોકો એકઠાં થયાં છે. સમગ્ર મામલે ચૌધરી સમાજનાં વલણને લઇને ભારેલ અગ્ની જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

આપને જણાવી દઇએ કે ગુરૂવારે બનાસકાંઠા જીલ્લાનાં લાખણી તાલુકાનાં નાનકડા એવા કુડા ગામે ગઇકાલે રાત્રે એક જ પરિવારનાં પાંચ વ્યક્તિ પર તિક્ષ હથિયારથી હુમલો કરવમાં આવ્યો હતો. હુમલામાં એક જ પરિવારનાં ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, તો એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર છે. હાલ ઇજાગ્રસ્ત સભ્ય સારવાળ હેઠળ છે.

bsk band કુંડા સામુહિક હત્યા મામલે નવો વણાક, સમાજે મૃતદેહ સ્વીકારવાની ભણી "ના"

એક જ પરિવારના 5 સભ્યોનાં ગળાનાં ભાગે તિક્ષ હથિયાર હુલાવી દેવામા આવ્યું હતું. મૃતકોમાં એક જ પરિવારનાં મોભીનાં પત્ની, પુત્રી અને બે પુત્રનાં મોત થયા છે. હાલ પરિવારનાં મોભીની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠશ હોસ્પિટલ હોવાથી હુમલા વિશે બીજી માહિતી સાંપડતી નથી. ઇજાગ્રસ્ત વ્યકિત કોઇ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવા માટે સક્ષમ નથી. ત્યારે ઘટનાની હકીકતો જાણવા માટે પરિવારનાં ઇજાગ્રસ્ત સભ્યનું નિવેદન જ મુખ્ય આધાર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.