Not Set/ ગુજરાતમાં કોરોનાને કાબૂમાં કરવા માટે રાત્રી કર્ફયું લગાવાયો તે પુરતા પગલાં નથીઃ હાઇકોર્ટ

ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણથી લોકો પિડાઇ રહયા છે તેનાથી વધારે ન મળતી મેડિકલ સુવિધાઓથી લોકો પરેશાન છે. રાજ્યમાં સંક્રમણથી બચવા અનેક વિસ્તારો અને જીલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લાગું કર્યુ છે. દેશના અનેક રાજ્યોમાં સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન લગાવાયેલું છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા સરકારે રાજ્યના ૩૬ જીલ્લાઓમાં માત્ર નાઇટ કર્ફયું જેવા નિયંત્રણો […]

Top Stories
gujarat high court ગુજરાતમાં કોરોનાને કાબૂમાં કરવા માટે રાત્રી કર્ફયું લગાવાયો તે પુરતા પગલાં નથીઃ હાઇકોર્ટ

ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણથી લોકો પિડાઇ રહયા છે તેનાથી વધારે ન મળતી મેડિકલ સુવિધાઓથી લોકો પરેશાન છે. રાજ્યમાં સંક્રમણથી બચવા અનેક વિસ્તારો અને જીલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લાગું કર્યુ છે. દેશના અનેક રાજ્યોમાં સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન લગાવાયેલું છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા સરકારે રાજ્યના ૩૬ જીલ્લાઓમાં માત્ર નાઇટ કર્ફયું જેવા નિયંત્રણો મુક્યા છે. આ નિયંત્રણો પર ગુજરાત હાઇકોર્ટે સરકાને લપડાક મારી છે. અને કહ્યુ છે કે સરકારે રાજ્યમાં જે રાત્રી કર્ફયું લગાવ્યો છે તે પગલાં કોરોના સંક્રમણ રોકવા માટે પુરતા નથી.

સુઓમોટોની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ૪૩ પાનાનો રાજ્ય સરકારને હુકમ કરીને આવતી સુનાવણીમાં સરકાર શું કરી રહી છે તેને લઇને સોગંદનામું કરવાનો પણ નિર્દેષ કર્યો હતો. તેની સાથે ધન્વંતરી હોસ્પિટલમાં સફાઇને લઇને પણ કોર્ટે હુકમ કરતાં કહ્યુ હતુ કે હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતી ન હોવી જોઇએ. તે સિવાય કોર્ટે RTPCR ટેસ્ટિંગ પર વધારે ભાર આપવાની સાથે કહ્યુ હતુ કે સરકાર RTPCR ટેસ્ટિંગના યોગ્ય આંકડાઓ આપે. સરકારની ઝાટકણી કરતાં કોર્ટે એમ પણ કહ્યુ હતુ કે તેઓ રાજ્યમાં ટેસ્ટિંગને લઇને સાચી વિગતો આપે.