north india/ હવામાન વિભાગે કરી આગાહી ઉત્તર ભારતમાં આગામી બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી !

 રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. દિલ્હી-NCRમાં સોમવારે દિવસભર શીત લહેર પ્રવર્તી રહી હતી

Top Stories India
Extreme cold in North India

  Extreme cold in North India:       રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. દિલ્હી-NCRમાં સોમવારે દિવસભર શીત લહેર પ્રવર્તી રહી હતી. ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને લઈને ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં 48 કલાક પછી દાંડીમાં ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ઠંડી ચાલુ રહેશે.દિલ્હીમાં ઠંડીનું મોજુ યથાવત છે. શીત લહેરના કારણે આજે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.બે દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ કરવામાં આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ,(Extreme cold in North India) મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં આગામી થોડા દિવસોમાં કડકડતી ઠંડી પડશે. અહીં તાપમાનનો પારો વધુ નીચે જશે જેના કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. જણાવી દઈએ કે રાજસ્થાનના ફતેહપુર અને માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ થઈ ગયું છે. સોમવારે સવારે માઉન્ટ આબુના ફતેહપુરમાં પાક પર બરફ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે કહ્યું કે 28 ડિસેમ્બર પછી ધુમ્મસમાં ઘટાડો થશે. આ સાથે જ ઠંડીના પ્રકોપથી રાહત મળે તેવી શક્યતા છે. જો કે, આગામી 48 કલાક દરમિયાન ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં ખૂબ ગાઢ ધુમ્મસની શક્યતા છે. તેમજ આગામી 24 કલાક દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં આઠ ધોરણ સુધીની શાળાઓ સવારે 9 વાગ્યાના બદલે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. નવમાથી 12મા સુધીના વર્ગો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. બીજી તરફ, મેરઠમાં શીત લહેરની સ્થિતિને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરી સુધી તમામ વર્ગો માટે શાળાઓ બંધ રહેશે. મેરઠના ડીએમએ શાળાઓ બંધ રાખવાના નિર્દેશો જારી કર્યા છે

Snowfall In Japan/ જાપાનમાં હિમવર્ષાના લીધે 17 લોકોના મોત,મૃત્યુઆંક વધવાની સંભાવના,ટ્રેન અને ફલાઇટની સેવા ખોરવાઇ

Mask Mandatory In Statue Of Unity/ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આજથી માસ્ક ફરજિયાત, કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરવા પડશે!