સુરત/ બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં 30 સ્પીડ ગન

સુરત શહેરમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ પાસે એક જ સ્પીડ ગન હતી પરંતુ હવે રાજ્ય સરકારે 30 સ્પીડ ગન ફાળવી હોવાના કારણે સ્પીડ ગનની સંખ્યા 31 થઈ છે.

Gujarat Surat
સ્પીડ ગન

સુરત શહેરમાં હવે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો ચેતી જજો કારણ કે, હવે સુરત ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર દ્વારા 30 સ્પીડ ગન ફાળવવામાં આવી છે અને હવે ટ્રાફિક પોલીસ આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને દંડ કરશે.

સુરત શહેરમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ પાસે એક જ સ્પીડ ગન હતી પરંતુ હવે રાજ્ય સરકારે 30 સ્પીડ ગન ફાળવી હોવાના કારણે સ્પીડ ગનની સંખ્યા 31 થઈ છે. જેથી હવે પ્રતિદિન ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ 31 જેટલા પોઇન્ટ પર આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા મીડિયાને સંબોધન કરતાં જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં 2018માં ફેટલ અકસ્માતની સંખ્યા 325 હતી. જે 2022માં 293 થઈ છે. તો 2018માં કુલ અકસ્માતની ઘટના 1177 હતી જે 2022માં 886 થઈ છે એટલે કે 2018ની તુલનામાં 2022માં 329 અકસ્માતના કેસમાં ઘટાડો થયો છે.

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 45% અકસ્માતો જે થાય છે તે ઓવર સ્પીડિંગના કારણે થાય છે અને 7% અકસ્માત ભઈજનક ઓવરટેક કરવાના કારણે થાય છે. ત્યારે શહેરમાં બાઈક માટેની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાક અને કાર માટે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે અને જો આ ગતિથી કોઈ વાહન ચાલક વધુ સ્પીડથી વાહન ચલાવશે તો પોલીસ દ્વારા તાત્કાલિક જ વાહન ચાલકને દંડ કરવામાં આવશે. દંડની વાત કરવામાં આવે તો ટુ વ્હીલર માટે 1500, ફોરવીલર અને થ્રી વ્હીલર માટે 2000 અને મોટા વાહનો માટે 4000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રાજ્યમાં આગામી ત્રણ માસમાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશે

આ પણ વાંચો:જાણો, ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું વિશ્વનો સૌથી મોટો વડાપાવ, આટલા કિલોગ્રામ છે વજન

આ પણ વાંચો:અમદાવાદમાં આઇપીએલ પ્રેક્ષકો માટે મેટ્રો રાત્રે દોઢ વાગ્યા સુધી દોડશે

આ પણ વાંચો:અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરીડોર બનશે