બનાસકાંઠા/ ફૂડ પોઇઝનિંગથી હવે માણસો જ નહી પશુઓના પણ મોત

પાલનપુર પાસે વાધણા ગામે ફૂડ પોઇઝનિંગની અસરથી એક જ પરિવારના 22 જેટલા પશુઓના મોત થતા પશુપાલક પર આ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

Gujarat Others
પશુઓના મોત

બનાસકાંઠામાં પાલનપુર પાસે વાધણા ગામે ફૂડ પોઇઝનિંગની અસરથી એક જ પરિવારના 22 જેટલા પશુઓના મોત થતા પશુપાલક પર આ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અંદાજિત 6 લાખ થી વધુની કિંમતના પશુઓના મોત થતા રબારી પરિવારની રોજી રોટી છીનવાઈ જતા સરકાર પાસે મદદ ની આશ લગાવી બેઠો છે.

રાજસ્થાનના વડેચી ગામના રહીશ  મોતીભાઈ રબારી અને તેમના ચાર ભાઈઓ પશુપાલન પર પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પાસે અંદાજિત 50 થી 60 જેટલી ગાયો છે અને તે ગાયોને આજુબાજુના ગામડાઓમાં ચરાવવા માટે લઈ જતા હોય છે ગઈકાલે સાંજે પણ તેઓએ વાધણા ગામે પશુઓને ચરાવવા માટે લઈ ગયા હતા અને સાંજે બટાટાના બાણ સહિતનો ઘાસચારો ખવડાવ્યો હતો. મોડી રાત્રે અચાનક એક થી એક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા.

પશુઓને કણસતા જોઈ રબારી પરિવાર ભયભીત બની ગયો હતો અને તરત જ સ્થાનિક પશુ ડોક્ટરને બોલાવી તપાસ કરાવતા પશુઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે તરત જ સારવાર શરૂ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો 22 જેટલા પશુઓના મોત નીપજ્યા હતા. અચાનક 22 જેટલા પશુઓના મોત થતાં પશુપાલન પર નિર્ભર રબારી પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અંદાજીત 6 લાખથી વધુ ની કિંમતના પશુઓનો મોત થતાં અને રોજીરોટી છીનવાઈ જતા પશુપાલકે હવે સરકાર પાસે મદદ થી ગુહાર લગાવી છે.

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે આ નેતાની કોંગ્રેસે કરી વરણી

આ પણ વાંચો:જામનગરમાં ઠંડીથી બચવા જનપ્રતિનિધિઓએ કર્યું આવું….

આ પણ વાંચો:હેલ્મેટ પહેરવાનું ચાલું કરી દેજો નહિતર મુશ્કેલીમાં મૂકાશો, હાઇકોર્ટે હેલ્મેટ મુદ્દે સરકારની કરી ટીકા