Not Set/ બેન્કોમાં જૂની 500 અને 1000 ની નોટો જમા કરાવવાનો છેલ્લો દિવસ, ત્યાર બાદ શુ કરશો જાણો

અમદાવાદઃ 500 અને 1000 ની જૂની નોટ બેન્કોમાં જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. 31 ડિસેમ્બરથી બેન્કોમાં જૂની નોટો સ્વીકારવામાં આવશે નહી. કાલથી RBI શાખામાં જૂની નોટો જમા કરાવી શકાશે. 8 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી નોટોને રદ્દ કરતા 50 દિવસ એટલે કે,30 ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. ત્યાર બાદ બધુ સમુ સરખુ થઇ જવાનું […]

Gujarat

અમદાવાદઃ 500 અને 1000 ની જૂની નોટ બેન્કોમાં જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. 31 ડિસેમ્બરથી બેન્કોમાં જૂની નોટો સ્વીકારવામાં આવશે નહી. કાલથી RBI શાખામાં જૂની નોટો જમા કરાવી શકાશે.

8 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી નોટોને રદ્દ કરતા 50 દિવસ એટલે કે,30 ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. ત્યાર બાદ બધુ સમુ સરખુ થઇ જવાનું કહ્યું હતું. પરંતુ આજ દિન સુધી આમ લોકોની સમસ્યાનું સમાધાન નથી થયું. લોકો હજી એટીએમ અને બેન્કોની લાઇનોમાં ઉભા જોવો મળે છે.

50 દિવસની નિયમ સમયમર્યાદા પછી પણ કેશની અછત યથાવત છે. એટીએમ-બેન્કોમાં કેશ ઉપલબ્ધ નથી. તેવા સંજોગોમાં હવે પ્રધાનમંત્રી 31 મી ડિસેમ્બરે રાષ્ટ્રજોગ સંબોધનમાં રોકડ ઉપાડની મર્યાદા વધારશે કે નહી?  નવા ક્યા નિયમો આવશે? બાકી રહેલી જૂની નોટો 31 મી માર્ચ સુધી જમા થશે એવી  વડાપ્રધાન 8 મી નવેમ્બરે જાહેરાત કરી પછી એ અંગે નોટફિકેશન જારી કરી નથી. એટલે બેન્કો એવા અપવાદ રૂપ કિસ્સામાં  શુ કરશે? સરકાર નોટિફિકેશન જાહેર કરશે?  કાળાધનમાં કેટલી સફળતા મળી? વગેરે અનત્તર રહેલા સવાલોના જવાબ મેળ તેવી પણ લોકો અપેક્ષા રાખ રહ્યા છે.

31 ડિસેંબર બાદ નક્કી કરેલી મર્યાદા કરતા વધારે નોટ મળી આવશે તો દસ હજાર રૂપિયાનો દંડ અથવા જમા કરવામાં આવેલી પાંચ ગણી નોટ બંનેમાંથી જે વધારે હશે તે દંડ કરવામા આવશે.

આ નિયમ લાગુ કરવાનુ કારણ જૂની નોટનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરવાનો છે. કારણ કે હજુ કેટલીક જગ્યાઓ પર મજૂરી ચુકવવા માટે તેમજ કાળાનાણાંને સફેદ કરવા માટે જૂની નોટનો ઉપયોગ થઈ રહ્યો છે.