સલામ/ અલુણા વ્રત પર સુરત પોલીસે બાળકીઓને એવું કંઇક શીખવાડ્યુ કે જીદગીં ભર યાદ રાખશે..

સુરત પોલીસનો અનોખો અભિગમ, બાળકીઓમાં ગુડ ટચ અને બેડ ટચનું નોલેજ આવે તેવા હેતુથી કતારગામ પોલીસ સ્ટેશનમાં મહેંદી સ્પર્ધા સાથે એક સેમિનારનું આયોજન કરાયું

Top Stories Gujarat Surat
Untitled 155 1 અલુણા વ્રત પર સુરત પોલીસે બાળકીઓને એવું કંઇક શીખવાડ્યુ કે જીદગીં ભર યાદ રાખશે..

@અમિત રૂપાપરા 

અલુણા વ્રત નિમિત્તે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નાની બાળાઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં રહેલો પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય ઉપરાંત બાળકીઓમાં ગુડ ટચ અને બેડ ટચની સમજણ આવે તે હેતુથી સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં એક સેમિનાર તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો અને પોલીસે સ્ટેશનમાં જ મહેંદી સ્પર્ધાનું આયોજન કરીને પોલીસે દ્વારા એક અનોખો અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે.

Untitled 155 2 અલુણા વ્રત પર સુરત પોલીસે બાળકીઓને એવું કંઇક શીખવાડ્યુ કે જીદગીં ભર યાદ રાખશે..

વર્તમાન સમયમાં નાની બાળકીઓ સાથે છેડતી અને અંડપલા જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવા અને શાળાએ જતી નાની બાળાઓમાં ગુડ ટચ અને બેડ ટચની સમજણ આવે તેવા હેતુથી કતારગામ પોલીસ સ્ટેશનમાં અલુણા વ્રત નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આ બાળાઓને ગુડ ટચ અને બેડ ટચનું નોલેજ પણ આપવામાં આવ્યું હતું.

Untitled 155 અલુણા વ્રત પર સુરત પોલીસે બાળકીઓને એવું કંઇક શીખવાડ્યુ કે જીદગીં ભર યાદ રાખશે..

થોડા દિવસ પહેલા જ સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષાચાલક દ્વારા બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી અને આ ઘટનામાં બાળકીની ચપળતાના કારણે આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. આ જ પ્રકારે બાળકીઓમાં ગુડ ટચ અને બેડની સમજણ આવે અને બાળકી આવી કોઈ પણ પ્રકારની ઘટનાના ભોગ ન બને તે હેતુથી મહેંદી સ્પર્ધા તેમજ ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપતા એક સેમીનારનું આયોજન કતારગામ પોલીસ સ્ટેશનમાં કરાયું હતું. પોલીસ અધિકારી દ્વારા બાળકીઓની કળાને બીરદાવવામાં આવી હતી. એફઓપીના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને 200થી 250 જેટલી બાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Untitled 156 અલુણા વ્રત પર સુરત પોલીસે બાળકીઓને એવું કંઇક શીખવાડ્યુ કે જીદગીં ભર યાદ રાખશે..

આ પણ વાંચો:જામનગરમાં ગાયનો જીવલેણ હુમલો, દીકરાને બચાવતા જતા માતાને થઇ ગંભીર ઈજા

આ પણ વાંચો:પીઠીની વિધિમાં યમ બનીને ત્રાટક્યો ભાઈ, વરરાજાની સામે દુલ્હને તોડ્યો દમ

આ પણ વાંચો:અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત

આ પણ વાંચો:હવે વડ જેવા મોટા ઘટાદાર વૃક્ષોને પણ તમે તમારા ઘરે ઉછરી શકો છો, સુરતના આ વ્યક્તિ 30 વર્ષથી તૈયાર કરી રહ્યા છે બોંસાઈ ટ્રી