વિજયાદશમી/ જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

દેશમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન રામે રાવણ ને યુદ્ધમાં હરાવી તેનો વધ કર્યો હતો અને લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો.

Top Stories Navratri 2022
રાવણ

દેશમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન રામે રાવણ ને યુદ્ધમાં હરાવી તેનો વધ કર્યો હતો અને લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ જ કારણે આ દિવસે વિજયા દશમીનો પર્વ ઉજવવામાં આવે છે. દશેરાનાં દિવસે આખા દેશમાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને પ્રતીક સ્વરૂપે રાવણના પૂતળાનુ દહન કરવામાં આવે છે.

આ પણ વાંચો :દશેરાના દિવસે PM મોદીના હસ્તે સુરતમાં પાટીદાર યૂથ હોસ્ટેલનું ખાતમુહૂર્ત

રાવણને આમ તો આસુરી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ દેશમાં અનેક એવા સ્થળો છે કે જ્યાં દશેરાના દિવસે રામની નહીં, પણ રાવણની પૂજા થાય છે. આવો જાણીએ કે આખરે કેમ કરવામાં આવે છે આ સ્થળો પર રાવણની પૂજા ?

મંદસૌર

મધ્ય પ્રદેશમાં મંદસૌર ખાતે રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌરનું જૂનુ નામ દશપુર હતું. અહીં રાવણની પત્ની મંદોદરીનું માવતર હતું. તેથી આ સ્થળનું નામ મંદસૌર પડ્યુ. મંદસૌર રાવણનું સાસરૂ હોવાનાં કારણે અહીં રાવણનું દહન નથી કરવામાં આવતુ, પણ પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો :પૌરાણિક કથા / વિજયાદશમી નિમિતે રાવણનું કુળ અને મૂળ શું હતું ? જાણો

રાવણ

બિસરખ

ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં બિસરખ નામના ગામે રાવણની પૂજા કરવામાં આવે છે. આ ગામ રાવણનું મોસાળ માનવામાં આવે છે. રાવણનાં પિતા વિશ્વેશરાનાં કારણે આ ગામનું નામ બિસરખ પડ્યું.

a 1 જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

જસવંતનગર

ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનાં જસવંતનગર ખાતે દશેરનાં દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. તે પછી રાવણનાં ટુકડાં કરી દેવામાં આવે છે અને તેરમા દિવસે રાવણનું તેરમું પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો :દશેપા વિશેષ / વિશ્વ પ્રસિદ્ધ છે રામનગરની શસ્ત્ર પૂજા…

a 2 જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

અમરાવતી

મહારાષ્ટ્ર અમરાવતીમાં ગઢચિરૌલી ખાતે અહીંનાં આદિવાસી લોકો દશેરનાં દિવસે રાવણની પૂજા કરે છે. આ આદિવાસી સમુદાય રાવણને પોતાનો દેવતા માને છે.

a 3 જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

કાંગડા

હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં રાવણની પૂજા કરવામાં આવે છે. હકીકતમાં રાવણે અહીં ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી અને તેને ભગવાન ભોળાનાથે મોક્ષનું વરદાન આપ્યુ હતુ. આ જ કારણે અહીંનાં લોકો રાવણના પૂતળાનું દહન નથી કરતાં. મંડોર, જોધપુર, રાજસ્થાન રાવણની પત્ની મંદોદરીનાં માવતર તરીકે વિખ્યાત મંડોરને રાવણનું સાસરૂ માનવામાં આવે છે.

a 4 જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

મંડોર

રાવણની પત્ની મંદોદરીનાં માવતર તરીકે વિખ્યાત મંડોરને રાવણનું સાસરૂ માનવામાં આવે છે.મંડોરામાં આજે પણ  રાવણ અને મંદોદરીની ચંવરી (ચોરી) મોજૂદ છે કે જ્યાં તેમણે ફેરા લીધા હતાં. અહીં રાવણ અને મંદોદરીની પૂજા થાય છે.

a 5 જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

આ પણ વાંચો :પૌરાણિક કથા / ભગવાન કૃષ્ણની 16108 પત્નીઓનું રહસ્ય