Not Set/ પહેલા જ દિવસે રૂલબુક પ્રમાણે ચાલ્યા રાજ્યસભાનાં ઉપસભાપતિ, જીત્યું વિપક્ષનું દિલ

નવા ચૂંટાયેલા રાજ્ય સભાના ઉપસભાપતિ હરિવંશ માટે ગૃહમાં પહેલો દિવસ, મોટી ખળભળાટથી ભરેલો હતો. પ્રથમ દિવસે તેમણે રુલ બુકનો ઉપયોગ કર્યો હતો અને ખાનગી સભ્યના બિલ પર વોટિંગ કરાવી હતી. સાથે જ તેમણે વિપક્ષની ઓફ થઈ રેકોર્ડ ટિપ્પણીઓ પર પણ ધ્યાન દોર્યું હતું. સમાજવાદી પાર્ટીનાં સાંસદ વિશંભર પ્રસાદ દ્વારા પ્રસ્તાવિત એક ખાનગી બિલને નકારી કાઢવામાં […]

Top Stories India Politics
Harivansh Singh RajyaSabha પહેલા જ દિવસે રૂલબુક પ્રમાણે ચાલ્યા રાજ્યસભાનાં ઉપસભાપતિ, જીત્યું વિપક્ષનું દિલ

નવા ચૂંટાયેલા રાજ્ય સભાના ઉપસભાપતિ હરિવંશ માટે ગૃહમાં પહેલો દિવસ, મોટી ખળભળાટથી ભરેલો હતો. પ્રથમ દિવસે તેમણે રુલ બુકનો ઉપયોગ કર્યો હતો અને ખાનગી સભ્યના બિલ પર વોટિંગ કરાવી હતી.

સાથે જ તેમણે વિપક્ષની ઓફ થઈ રેકોર્ડ ટિપ્પણીઓ પર પણ ધ્યાન દોર્યું હતું. સમાજવાદી પાર્ટીનાં સાંસદ વિશંભર પ્રસાદ દ્વારા પ્રસ્તાવિત એક ખાનગી બિલને નકારી કાઢવામાં આવ્યું હતું. એસ.સી./ એસ.ટી./ ઓ.બી.સી. લોકોનું આરક્ષણ કોઈ પણ રાજ્યમાંથી અસ્વીકાર નહીં કરવાની ખાતરી માટે, બંધારણની કલમ 341 અને 342 માં સુધારા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી.

તે દરખાસ્તમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે આ જાતિના લોકો રોજગારની શોધમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય છે અને ત્યાં સ્થાયી રૂપે વસવાહટ કરે છે, ત્યારે તેમને આરક્ષણના લાભ માટે અયોગ્ય માનવામાં આવે છે.

આના પર, સરકારે જવાબ આપ્યો કે એસસી / એસટી / ઓબીસીમાં જ્ઞાતિઓને સમાવેશ કરવાની કે બાકાત કરવાની પ્રક્રિયા સંસદ દ્વારા નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રીના આ જવાબથી વિપક્ષને સંતોષ ન થયો અને બિલ પર મતદાન કરવાની માગણી કરી.

કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, “નિયમોમાં મતદાનની મંજૂરી આપતા નથી.” આ પછી, ઉપસભાપતિએ રૂલ બુકને જોયા પછી કહ્યું હતું કે, “એકવાર પ્રક્રિયા થઈ જાય, તે બંધ કરી શકાતી નથી.”

ઉપસભાપતિની આ પ્રતિક્રિયાની વિપક્ષે સરાહના કરી હતી અને મેજ ઠપકાવીને આ બાબતનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વોટિંગ કરવામાં આવી હતી અને પક્ષમાં 32 વોટ વિરુદ્ધ વિપક્ષને 60 વોટ માંડ્યા હતા અને બિલને રિજેક્ટ કરી નાખવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે ઉપસભાપતિની ચૂંટણી બાદ વડાપ્રધાને તેમની ખુબ પ્રશંશા કરી હતી, જ્યાં તેમણે પ્રશંસા કરી હતી, જ્યારે વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે,

હરીવંશજી પહેલા એનડીએનાં હતા, પરંતુ ઉપસભાપતિ બન્યા પછી કોઈ પાર્ટીના નહિ પરંતુ પુરા સદનના થઇ ગયા છે. અમારી શુભેચ્છા તેમની સાથે છે.”

આઝાદે હરિવંશનને રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકેની તેમની નિમણૂક પર અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું હતું કે,

aa Cover 4u70uaphr0u0pts0lbk5t9j3n6 20170812004008.Medi પહેલા જ દિવસે રૂલબુક પ્રમાણે ચાલ્યા રાજ્યસભાનાં ઉપસભાપતિ, જીત્યું વિપક્ષનું દિલજો કોઈ પત્રકાર ડેપ્યુટી ચેરમેન બન્યો હોય, તો પછી આશા રાખીએ કે ગૃહની કાર્યવાહી મીડિયામાં જોઈ શકાય અને તેનો અનુભવ દેશમાં કામ આવી શકે.”