છેતરપિંડી/ સુરતમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની ઠગાઈ, ગેંગના એક સભ્યની ધરપકડ

વિવાદત જમીનનો અલગ અલગ વ્યક્તિને દસ્તાવેજ કરી આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીના એક જ સભ્યને પકડવામાં સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખાને મોટી સફળતા મળી છે.

Gujarat Surat
Untitled 11 8 સુરતમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની ઠગાઈ, ગેંગના એક સભ્યની ધરપકડ

@અમિત રૂપાપરા 

હાલ જમીનોના ભાવ ખૂબ જ ઊંચા પહોંચ્યા છે. ત્યારે કેટલાક લોકો જમીનોની લે વેચ કરીને પણ આવક મેળવતા હોય છે. તો કેટલાક લોકો જમીનનું વેચાણ કરવામાં પણ લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે વિવાદત જમીનનો અલગ અલગ વ્યક્તિને દસ્તાવેજ કરી આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીના એક જ સભ્યને પકડવામાં સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખાને મોટી સફળતા મળી છે.

સુરત શહેરમાં જમીનોના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે અને જમીનોના લે વેચનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. પરંતુ કેટલાક  લેભાગુ તત્વો છેતરપિંડીના ઇરાદાથી જમીન વિવાદિત હોય તેવું જાણવા છતાં આ જમીનનું વેચાણ કરવાનું છે તેવું અન્ય લોકોને જણાવી જમીન ખરીદવાની ઈચ્છા ધરાવતા લોકો પાસેથી જમીનના રૂપિયા લઇ તેમને જમીનનો દસ્તાવેજ નહીં કરી આપી અથવા તો ખોટા દસ્તાવેજો બનાવી તેમની સાથે છેતરપિંડી કરતી ટોળકીના એક સભ્યને પકડવામાં સુરત ઇકોસેલને સફળતા મળી છે.

સુરત ઇકોસેલમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પાલ ગામમાં આવેલી જમીન સોદો નક્કી કરી ફરિયાદી પાસેથી 5.75 કરોડ રૂપિયા આરોપીઓએ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીને સબ રજીસ્ટર રાંદેરની કચેરી ખાતે 1 ફેબ્રુઆરી 2017ના રોજ જમીન વેચાણ નોંધ દસ્તાવેજ બનાવી આપ્યો હતો. ત્યારબાદ આરોપી ટોળકીમાંથી બીજા આરોપી દ્વારા આ જમીન પર નામદાર કોર્ટમાં ખોટા દીવાની દાવા ઉભા કરવામાં આવ્યા હતા અને આ જમીનનું વેચાણ અન્યને કર્યુ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

મહત્વની વાત છે કે આરોપીઓએ ફરિયાદીને જે જમીનનો દસ્તાવેજ બનાવી આપ્યો હતો તે જમીનના મૂળ માલિક ગાંડાભાઈ પટેલને જાણ થતા તેમને આ બાબતે જગજીવન અને વિમલકુમાર પટેલ સામે કોર્ટના હુકમના અનાદર બાબતની એક અરજી 28-07-2017ના રોજ કરી હતી. ત્યારબાદ 14-09-2017ના રોજ જગજીવન નામદાર કોર્ટમાં રજૂ થયો હતો. ત્યારબાદ ફરી વર્ષ 2021માં આરોપી વિમલકુમારે પોતાના સસરા જગજીવનને જમીનનો દસ્તાવેજ કરી આપી ગુનો કર્યો હતો અને આ બાબતે સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું અને હ્યુમન સોર્સની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારે બાતમીના આધારે ઇકોસેલ દ્વારા આરોપી દિપક પટેલને લુહાર મહોલ્લા જૈન દેરાસરની બાજુમાં પાલ ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ત્રણ વર્ષથી એક જ લકઝરીમાં MPથી અમદાવાદ આવતા વેપારીને ડ્રાઇવર અને કંડકટરે જ શિકાર બનાવ્યો

આ પણ વાંચો:જૂનાગઢમાં 450 કરતા વધુ જર્જરિત ઇમારતોને નોટિસ, 60 જેટલી ઇમારતો ઉતારી લેવાઇ

આ પણ વાંચો:સારવાર માંગતું દવાખાનું, દર્દી અને કર્મચારીઓ પર લટકતા મોતના પોપડા

આ પણ વાંચો:રાજકોટ ભાવનગર હાઇવે બન્યો ખખડધજ, મસમોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ