રખડતા ઢોરનો ત્રાસ/ મહુવામાં આધેડને ઢોરે અડફેટે લેતાં મોત, તંત્ર સામે રોષ

રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.

Gujarat Others
મોત
  • ભાવનગરના મહુવામાં રખડતા ઢોરે આધેડનો જીવ લીધો
  • શહેરમા અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ
  • તલગાજરડા રોડ પર સ્કૂટર ચાલકને ઢોરે અડફેટે લીધા
  • સ્કુટર ચાલક આધેડ પ્રદીપ ત્રિવેદીને ઢોરે અડફેટે લીધા

Bhavnagar News: ભાવનગરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અસ્થિ ભંગ સુધીની ઇજાઓ પહોંચે છે.તો ક્યારે ક્યારે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવી જ એક ઘટના મહુવામાંથી સામે આવી છે જ્યાં રખડતા ઢોરે આધેડને અડફેટે લેતા મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, 67 વર્ષીય પ્રદીપભાઈ ત્રિવેદીના વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લેતા મોતને ભેટ્યા છે. પ્રદીપભાઈ મહુવાથી તલગાજરડા રોડ પર પોતાની એક્ટિવા બાઈક લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેમને પ્રથમ સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન આજે આ પ્રદીપભાઈનું મોત થયું છે. ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ હવે એટલી હદે વધી ગયો છે કે વારંવાર આ પ્રકારના બનાવો સામે આવે છે. જોકે, આટલા બધા લોકોના મોત થયા હોવા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવતા તેવા આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

મહુવા શહેરમાં રખડતા ઢોર જનતાને અડફેટમાં લઇ નાની મોટી ઇજા પહોચાડી રહ્યા છે. મહુવામાં દરરોજ રખડતા ખુંટીયાના ત્રાસથી પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. મહુવા નગરપાલિકા દ્વારા મહુવા શહેરને ખુંટીયા મુક્ત કયારે કરશે?

આ પણ વાંચો:રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત

આ પણ વાંચો:વરાછાના અશ્વનીકુમાર વિસ્તારને ક્યારે મળશે કેમિકલવાળા પાણીથી મુક્તિ

આ પણ વાંચો:કોરોના બાદ પ્રથમવાર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

આ પણ વાંચો:શું તમારે જામનગરથી અમદાવાદ વારં-વારં જવાનું થાય છે..તો આ સમાચાર વાંચી લો