વડોદરા/ અતાપી વન્ડર લેન્ડમાં 80 ફુટ ઊંચાઈથી પટકાતા ઓપરેટરનું મોત, જાણો સમગ્ર વિગત

વડોદરા નજીક વડોદરા મહાનગર સેવા સદના આજવા સરોવરની બાજુમાં અતાપી વન્ડર લેન્ડ આવેલું છે. કોર્પોરેશન માલિકીની જગ્યામાં અંતાપી વન્ડર લેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે.

Gujarat Vadodara
અતાપી વન્ડર
  • વડોદરાઃ અતાપી વન્ડરલેન્ડમાં દુર્ઘટના
  • 80 ફૂટ ઉપરથી પટકાતા કર્મચારીનું મોત
  • મૃતકનો પરિવાર હોબાળો કરે તે પહેલા સહાય
  • સંસ્થાએ મૃતકના પરિવારને 10 લાખની સહાય કરી

વડોદરા જિલ્લાના આજવા ખાતે આવેલા અતાપી વન્ડર લેન્ડમાં એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. વન્ડર લેન્ડમાં આવેલી ઝીપલાઈન રાઈડના 25 વર્ષના ઓપરેટરનું 80 ફૂટ ઊંચાઈથી પટકાતા મોત થયું છે. નોંધનીય છે કે, અતાપી વન્ડર લેન્ડમાં અગાઉ પણ એક બાળકનું ટાંકીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આજે કર્મચારીનું મોત નીપજતાં પુનઃ એકવાર અતાપી વન્ડર લેન્ડના આનંદ-પ્રમોદના રાઇડ્સ સામે સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક વડોદરા મહાનગર સેવા સદના આજવા સરોવરની બાજુમાં અતાપી વન્ડર લેન્ડ આવેલું છે. કોર્પોરેશન માલિકીની જગ્યામાં અંતાપી વન્ડર લેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. શરૂ થયેલી ઉનાળાની ઋતુ અને આગામી દિવસોમાં આવનાર ઉનાળુ વેકેશનના પગલે પર્યટકો આવતા હોય છે. આથી કંપની દ્વારા વન્ડર લેન્ડ વિવિધ રાઇડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.

. જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક જીતેન્દ્રસિંહ નારણસિંહ સોલંકી (ઉં.25) હાલ રહે. નિમેટા, મૂળ રહે. મધ્યપ્રદેશ-રાજગઢ વન્ડર લેન્ડમાં 70 ફૂટ ઊંચાઈએ ઝીપલાઇન રાઇડનું સમારકામ કરી રહ્યો હતો. આ દરમિયાન રાઈડ પર એક જગ્યાથી બીજી જગ્યાએ શેફ્ટી બેલ્ટ બાંઘી લેન્ડીંગ કરવા જતા શેફ્ટી લોક ખુલતા નીચે પટકાયો હતો.

અંદાજે 70 ફૂટ ઊંચાઈએથી જીતેન્દ્ર નીચે પટકાતાની સાથે જ અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને ઘાયલ જીતેન્દ્રને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ ફરજ ઉપરના તબીબોએ સારવાર આપતા પહેલાં જ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ જીતેન્દ્ર સોલંકીના પરિવારજનો અને વાઘોડિયા પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. 25 વર્ષિય અપરિણીત જીતેન્દ્રનું મોત નીપજતાં પરિવારજોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.

ઉલ્લેખનિય છે કે, અતાપી વન્ડર લેન્ડમાં અગાઉ પણ એક બાળક વન્ડર લેન્ડ સ્થિત ખૂલ્લી પાણીની ટાંકીમાં પડી જવાથી ડૂબી જતા મોતને ભેટ્યો હતો. જે તે સમયે આ બનાવે ભારે ચકચાર જગાવી મુકી હતી. દરમિયાન આજે જીતેન્દ્ર સોલંકી નામના યુવાનનું રાઇડનું સમારકામ કરતા 70 ફૂટ ઉંચાઇએથી પટકાતા મોતને ભેટતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:ચીખલી નજીક સુરતના યુવકોને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો:સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની હોળીની ઉજવણી કરતી તસ્વીરો વાઈરલ

આ પણ વાંચો:આદિવાસી સમાજનો આક્રોશ: માંગણીઓ પૂરી નહિ થાય તો વિધાનસભા ઘેરાવનું એલાન

આ પણ વાંચો:નરેશ પટેલ આપમાં નહીં જોડાય?, છેલ્લી ઘડીએ સહમતિ ન થઇ હોવાનું કારણ