Not Set/ સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંસ્થાઓ ના નેજા હેઠળ સુરેન્દ્રનગરમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનું શહેરની દ્વારકાધીશજીની હવેલી ખાતેથી અધ્યક્ષ આઈ કે જાડેજા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલે હવેલીમાં દર્શન કરીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડીએસપી મહેન્દ્ર બગડીયા, તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ શુકલ અને વિહિપ, બજરંગદળ વિગેરેના કાર્યકરો ઉપસ્થિત […]

Top Stories Gujarat Others Navratri 2022
snr સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંસ્થાઓ ના નેજા હેઠળ સુરેન્દ્રનગરમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનું શહેરની દ્વારકાધીશજીની હવેલી ખાતેથી અધ્યક્ષ આઈ કે જાડેજા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલે હવેલીમાં દર્શન કરીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડીએસપી મહેન્દ્ર બગડીયા, તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ શુકલ અને વિહિપ, બજરંગદળ વિગેરેના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો લોકોએ ગળામાં કેસરી ખેસ ધારણ કરી ધજા પતાકા લહેરાવી વાજતે ગાજતે જન્માષ્ટમી શોભાયાત્રાનું હવેલી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવતા હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું

આ પ્રસંગે અધ્યક્ષ આઈ કે જાડેજા એ જન્માષ્ટમી પર્વની લોકોને શુભેચ્છા પાઠવી હતી. સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રા. વઢવાણ. લીંબડી શહેરમાં ઠેર-ઠેર શોભાયાત્રા ભવ્ય સ્વાગત તેમજ મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો નિહાળવા શહેરમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું,

શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ અને ધાર્મિક પહેરવેશ જોવા મળ્યો હતો, ઉપરાંત સમાજ ઉપયોગી સંદેશો શોભાયાત્રાના માધ્યમથી આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.