રાજકોટ/ રાજયમાં ત્રણેય સિઝનની અસરથી રોગચાળો ફાટી નિકળ્યો,ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે

ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી હોઇ તેવા દર્શયો નજરે પડી રહ્યા છે.

Gujarat
Untitled 299 રાજયમાં ત્રણેય સિઝનની અસરથી રોગચાળો ફાટી નિકળ્યો,ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે

 રાજયમાં છેલ્લા કેટલાંક દિવસોથી વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે જેમાં શિયાળાના સમયમાં વહેલી સવારે ચોમાસા જેવું વાતાવરણ સર્જાય છે. જયારે બપોરના તડકાથી એવું લાગે છે કે ઉનાળાની સીઝન ચાલી રહી હોઇ અને રાત્રીના સમયે ઠંડી પડવાથી શિયાળાની ઋતુ લાગે છે જેથી હાલ ત્રણેય સીઝનના કારણે રોગચાળાએ માથું ઉચકયુ હોઇ તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો ;ડેલ્ટા વેરિયેન્ટ / કોરોનાના સૌથી ખતરનાક ડેલ્ટા વેરિયેન્ટ સામે કોવેક્સિન 50 ટકા અસરકારક

રાજકોટમાં ત્રણેય સિઝનની અસરોથી ડેન્ગ્યુ, તાવ, શર્દી, ઉઘરસ અને મેલેરીયાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. જેથી ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી હોઇ તેવા દર્શયો નજરે પડી રહ્યા છે. રાજકોટની સિવીલ હોસ્પિટલમાં પણ કેસ બારીએ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેથી વાતાવરણના બદલાવના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોઇ તેવા દર્શયો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો ;કોરોનાની અસર / રાજ્યમાં સ્કૂલ વાન અને રીક્ષાનાં ભાડામાં ઝીંકાયો વધારો

  રાજકોટ માં છેલ્લા સપ્તાહમાં સિવીલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 4, મેલેરીયાના 3, ચિકન ગુનીયાના એક કેસ સામે આવ્યા છે. જયારે મનપાના ચોપડે છેલ્લા સપ્તાહમાં શરદી-ઉલ્ટીના 695 કેસ, સામાન્ય તાવના 442 કેસ, ઝાડા ઉલ્ટીના 39 કેસો સામે આવ્યા છે. જેથી જો તંત્ર સમયસર પગલા નહી ભરે તો કોરોના ફરી વકરવાની સંભાવના થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસોમાં પણ રોગચાળાના કારણે વધારો થતો જોવા મળી રહ્યો છે.