સુરત/ પી. પી. માણીયા હોસ્પિટલ ફરી વિવાદમાં, ઓપરેશન કરાયા બાદ આંખે અંધાપો આવ્યો

સુરતની પી. પી. માણીયા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે 52 વર્ષીય મહિલા કમરનું ઓપરેશન કરાયા બાદ આંખે અંધાપો આવી ગયો હતો ડોક્ટર દ્વારા એમ.આર.આઈ કરાયો તેમાં આંખમાં લોહી આવી ગયું હોવાનું નિદાન થયું હતું.

Top Stories Gujarat Surat
Cricket Tutorials YouTube Thumbnail 14 પી. પી. માણીયા હોસ્પિટલ ફરી વિવાદમાં, ઓપરેશન કરાયા બાદ આંખે અંધાપો આવ્યો

@ દિવ્યેશ પરમાર

Surat News : સુરતની પી. પી. માણીયા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે 52 વર્ષીય મહિલા કમરનું ઓપરેશન કરાયા બાદ આંખે અંધાપો આવી ગયો હતો ડોક્ટર દ્વારા એમ.આર.આઈ કરાયો તેમાં આંખમાં લોહી આવી ગયું હોવાનું નિદાન થયું હતું. પી. પી. માણીયા હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે થોડા દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે આ વાતને પંદર દિવસથી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં મહિલાને આંખે દેખાતું ન હતું. જેથી પરિવારજનો એક આકોદરા પોલીસ મથકમાં અરજી કરી હતી જો કે હજુ સુધી પોલીસ મથકમાંથી કોઈ પણ પ્રકારની FIRનોંધવામાં આવી નથી. પરિવારની એક જ માંગ છે કે આંખોનું નિદાન કરી આપવામાં આવે અને મહિલાને સ્વસ્થ કરી આપવામાં આવે.

વેલંજા-શેખપુર સુખ રેસીડેન્સી ખાતે રહેતા રવિન્દ્રભાઈ શ્યામજીભાઈ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમના 52 વર્ષીય પત્ની ભાનુબેનને કમરના દુ:ખાવાની તકલીફ હોવાથી ડો. ઘનશ્યામ કાકડીયાની શાયોના હોસ્પિટલમાં બતાવ્યું હતું. જ્યાંથી ડોક્ટરે તેમને 2 જૂને પી.પી. માણીયા હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું હતું અને તા.3 જૂને લાલ દરવાજાની સાયોના હોસ્પિટલના ડો. ઘનશ્યામ કાકડીયાએ તેમનું ઓપરેશન કર્યું હતું.

બાદ ભાનુબેનને બન્ને આંખે દેખાતું ન હોવાની પતિએ પોલીસને ફરિયાદ કરી લેખિત માં અરજી કરી હતી. જેથી રવિન્દ્રભાઈએ પી. પી. માણીયા હોસ્પિટલના ડોક્ટરને જાણ કરતા સોજો ઉતર્યા બાદ દેખાતુ થઈ જશે તેવું જણાવ્યું હતું. જોકે, 15 દિવસથી વધુ દિવસ વીતી ગયા હોવા છતાં પણ તેમને આંખે દેખાતું થયું ન હતું અને ડોક્ટરે હવે આમા કઈ થઈ શકશે નહીં તમે રજા લઈ લો કહી હાથ ખંખેરી લેતા રવિન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસમાં ડો. ઘનશ્યામ કાકડીયા સામે અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે. મહત્વનું છે કે મહિલાને યોગ્ય દેખાતું ન હોવાથી પરિવારે મહિલાને યોગ્ય સારવાર આપવાની માંગ કરી હતી. એટલા દિવસ વીતી ગયા છતાં પોલીસે આમ આમને નિષ્ક્રિય કામગીરી કરી હોય તેવું લાગી રહ્યું છે અને કાપોદ્રા પોલીસ દ્વારા હજી સુધી પણ એફઆઇઆર નહીં કરી કોઈ પણ પ્રકારના પગલા હજી સુધી ભર્યા નથી જેથી પરિવાર જન્મે પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો

આ પણ વાંચો: રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી

આ પણ વાંચો: ગુજરાત કોલેજે M.SC અને MA ના કોર્સ બંધ કરતાં ABVPએ મોરચો માંડ્યો

આ પણ વાંચો: ગરમીમાં રોગચાળો વધ્યો, ઘરોમાં કરાઈ ફોગીગની કામગીરી