મોટી દુર્ઘટના/ ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

ભાવનગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેટલા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
Untitled 13 ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત
  • ભાવનગરમાં મોટી દુર્ઘટના
  • માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી
  • કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા
  • હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહિ

અમદાવાદ બાદ હવે ભાવનગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેટલા લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે.મૃતકની ઓળખ હંસાબેન તરીકે થઇ છે.

Untitled 13 1 ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

આ મામલે ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. હાલ આ મામલે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જાણવા મળી રહ્યું છે કે, એક તરફનો ભાગ જર્જરિત હોવાની આ દુર્ઘટના સર્જાઈ છે.

Untitled 13 2 ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

આ કોમ્પ્લેક્ષમાં  બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે.બેંકના કર્મચારીઓનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

Untitled 13 ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજુ પણ ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.માલિકો અને મનપાની ઘોર બેદરકારીના લીધે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Untitled 13 3 ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. કોમ્પલેક્ષમાં 15થી 20 જેટલી દુકાન અને ઓફિસ આવેલી છે. ફાયર વિભાગની સાથે સ્થાનિકો પણ બચાવકાર્યમાં જોડાયા હતા.

Untitled 14 ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

ત્રણ માળની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. ફાયર બ્રિગેડ અને સ્થાનિકો કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા. કાટમાળને હટાવવા માટે JCBની મદદ લેવામાં આવી રહી છે.

Untitled 14 1 ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

આજે વહેલી સવારે અમદાવાદમાં એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું દબાઈ જતા મોત થયું છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જૂનાગઢમાં 2 માળની જર્જરિત બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ 4  વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!