Dry State/ વડોદરામાં પીસીબી સ્કવોડ દારૂનો મોટો જથ્થો ઝડપવામાં સફળ

વડોદરા પીસીબી સ્કવોડને મોટી સફળતા મળી છે. વડોદરામાં પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. જાંબુવા હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. અંદાજે 1590 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 03 10T180113.910 વડોદરામાં પીસીબી સ્કવોડ દારૂનો મોટો જથ્થો ઝડપવામાં સફળ

વડોદરાઃ વડોદરા પીસીબી સ્કવોડને મોટી સફળતા મળી છે. વડોદરામાં પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. જાંબુવા હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. અંદાજે 1590 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

પોલીસના જણાવ્યા મુજબ ડ્રાઇવર રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને નીકળ્યો હતો. કપુરાઈ પોલીસ મથકની હદમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પરંતુ કદાચ ગુજરાતના 33 જિલ્લામાંથી કોઈ જિલ્લો એવો નહીં હોય જ્યાંથી દારૂ નહી પકડાતો હોય. આ દર્શાવે છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની કેટલી ડિમાન્ડ છે.

આજે સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ક્યાંથી દારૂનો જથ્થો ઝડપાતો નથી તે મોટો સવાલ છે.  આના લીધે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં આ માટે એસએલબીની ટીમે દરોડા પાડવા પડે છે. આ તો ગુજરાતમાં જાણે દારૂ ગૃહઉદ્યોગ હોય તેવી સ્થિતિ દર્શાવે છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર પીનારાઓને પરમિટ આપતી હોવા છતાં લોકોને પરમિટ લઈને પીવામાં રસ નથી. તેઓને પરમિટના રૂપિયા ચૂકવવાનું પસંદ નથી કે પરમિટની ઝંઝટ પસંદ નથી. તેના લીધે ગેરકાયદેસરના દારૂનો વેપલો ચાલે છે. ગિફ્ટ સિટીમાં સરકારે આપેલી પરમિટ આ વાતનો પુરાવો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ