Data leakage/ 81 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક

અમેરિકાની એક સાઇબર સિક્યોરિટી ફર્મે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે લગભગ 81 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. આ અંગે દાવો કરવામાં આવે છે કે આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિતના ડેટાની ઓનલાઇન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat
Data leakage 81 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક

વોશિંગ્ટનઃ અમેરિકાની એક સાઇબર સિક્યોરિટી ફર્મે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે લગભગ 81 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. આ અંગે દાવો કરવામાં આવે છે કે આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિતના ડેટાની ઓનલાઇન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો છે.

આ અહેવાલ મુજબ ડાર્ક વેબની આઇડી દ્વારા એક વ્યક્તિએ બ્રીચ ફર્મ પર એક થ્રેડ પોસ્ટ રજૂ કરી લગભગ 81 કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટના ડેટાને વહેંચવાની ઓફર કરી હતી. આ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હંટર યુનિટના તપાસકર્તાઓએ ધમકી આપનાર વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો. તેમા માહિતી સામે આવી છે કે ભારતીય આધાર કાર્ડ અને પાસપોર્ટના ડેટાબેઝને 80 હજાર ડોલરમાં વેચવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા આ હેકરની શોધ ચાલી રહી છે. આ અંગે અમુક અહેવાલ એવા આવ્યા છે કે આ લીક થયેલો ડેટાબેઝ આઇસીએમઆર સાથે સંબંધિત હોઈ શકે છે. એક ટ્વિટર યુઝરે તો એવો પણ દાવો કર્યો છે કે એક અજાણ્યા હેકર દ્વારા 80 કરોડથી વધુ ભારતીયોના કોવિડ-19 ડેટાબેઝને લીક કરવામાં આવ્યો છે. ભારતમાં ડેટા લીકનો આ સૌથી મોટો મામલો મનાય છે. લીક થયેલા ડેટામાં માબાપનું નામ, આધાર નંબર, પાસપોર્ટ નંબર, ફોન નંબર અને વ્યક્તિની ઉંમરનો સમાવેશ થાય છે.

અગાઉ જૂનમાં પણ એવી વાતો સામે આવી હતી કે કોવિન વેબસાઇટ પરથી વીવીઆઇપી સહિત વેક્સિન લીધેલી વ્યક્તિના પર્સનલ ડેટા ટેલિગ્રામ ચેનલમાં લીક થયો છે. તેના પછી સરકાર ડેટા ભંગની તપાસનો આદેશ આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 81 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક


 

આ પણ વાંચોઃ Modi-SOU/ સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ 1.5 કરોડથી વધુ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત

આ પણ વાંચોઃ Assembly Election 2023/ તેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પ્રચાર માટે મેદાનમાં  

આ પણ વાંચોઃ Mumbai/ મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી વખત મળી ધમકી