Crude Oil/ પેટ્રોલ-ડીઝલનાં ભાવો બતાવી રહ્યા છે ધોળા દિવસે તારા, જાણો આ મોંઘવારીનાં વિષચક્ર વિશે

ઘણીવાર આંતરાષ્ટ્રીય બજારમાં ભાવોની વધઘટ પણ દેશમાં મોંઘવારી માટે કારણભૂત બને છે. અરબ દેશો ખનિજ તેલનાં ભાવોમાં અવાર-નવાર વધારો કરતા રહે છે.

Trending
Mantavya 19 પેટ્રોલ-ડીઝલનાં ભાવો બતાવી રહ્યા છે ધોળા દિવસે તારા, જાણો આ મોંઘવારીનાં વિષચક્ર વિશે

ઘણીવાર આંતરાષ્ટ્રીય બજારમાં ભાવોની વધઘટ પણ દેશમાં મોંઘવારી માટે કારણભૂત બને છે. અરબ દેશો ખનિજ તેલનાં ભાવોમાં અવાર-નવાર વધારો કરતા રહે છે. તેથી આપણા દેશમાં પણ પેટ્રોલ, ડીઝલ વગેરેનાં ભાવો વધે છે. તેની સીધી અસર વાહન-વ્યવહાર ઉપર થાય છે. રિક્ષા, ટેક્સી, ટ્રકો વગેરેનાં ભાડાં વધે છે. પરિણામે સમગ્ર બજાર પર મોંઘવારીની અસર જોવા મળે છે. અને તેમાંય છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડિઝલ અને ગેસનાં ભાવોમાં ધરખમ વધારો સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે. ધીમે ધીમે વધતા ભાવ 100 રૂપિયા સુધી પહોચી ગયા, જે ખરેખર જનતાની સમજ બહારનો વિષય બન્યો છે. કેવી રીતે ચાલી રહયુ છે, મોંઘવારીનું આ વિષચક્ર આવો જોઇએ.

Business / ટેક્સ નહીં પરંતુ આ કારણે વધી રહ્યા છે પેટ્રોલ- ડીઝલના ભાવ, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું મોટું કારણ

ભારતમાં ઇંધણની કીંમતોનું નિર્ધારણ કાચાતેલની કિંમતોથી નથી થતું. એક નાનો ભાગ કાચા તેલની કિંમતનો જરૂર હોય છે. પણ અહી કિંમતોનું નિર્ધારણ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલની કિંમતથી નકકી થાય છે. જો ભારતની કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ડીઝલ ખરીદવા માટે જાય છે. તો તેની કિંમત શું હશે તેના પર નિર્ભર કરે છે અને રિફાઇનિંગની ક્ષમતા વગેરે બીજા કારણો પર પણ નિર્ભર કરે છે. આપને જણાવી દઇએ કે, ઇંધણની કિંમતોમાં આ વધારો એવા સમયે થઇ રહયો છે, જયારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત પોતાના ઓછામાં ઓછા સ્તર પર પહોચ્યા પછી ધીરે ધીરે સુધરી રહી છે. હાલમાં આંતરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત લગભગ માઇનસ 37.6 ડોલર સુધી પહોચી ગઇ છે. પણ હવે તે લગભગ પ્રતિ બેરલ 4 ડોલરથી વધારે થઇ ગઇ છે. જો કે કોરોના વાયરસનાં લીધે પેદા થયેલા સંકટને લીધે આંતરાષ્ટ્રીય બજારોમાં ઇંધણની ખપતમાં ભારે કમી આવી હતી. વૈશ્વિક તેલ ઉધોગ જગત પ્રમાણે દુનિયામાં ઇંધણની ખપતમાં 35 ટકા સુધીની કમી નોંધવામાં આવી છે.

Economy / આગામી વર્ષે ભારતના આર્થિક વૃદ્ધિ દર અંદાજ સુધરીને 10.8 થી 13.7 થશે, મૂડીઝનો અંદાજ

ભારતમાં રોજ 46 થી 50 લાખ પ્રતિબેરલ ઇંધણનો વપરાશ થાય છે. પણ ભારતીય ભેલબજારનું અનુમાન છે કે, કોવિડ-19 ની મહામારીને લીધે ભારતમાં તેલની ખપત લગભગ ૩૦ ટકા જેટલી ઓછી થઇ ગઇ છે. પણ હવે ભારતમાં લોકડાઉનનાં સમયમાં ઇંધણની માંગમાં જે કમી આવી હતી. આ માંગ ઘટીને 50 થી 60 ટકા જેટલી જ રહી ગઇ છે. તેમાં હવે વધારો આવ્યો છે. હવે ભારતની રિફાઇનરીઓ 82 ટકા ઉત્પાદન કરી રહી છે. તેનો મતલબ કે જો માંગ ઘટીને 50 થી 60 ટકા રહી ગઇ છે. તે હવે લગભગ 70 ટકા સુધી પહોંચી ગઇ છે. રાજય અને કેન્દ્ર બંને સરકારો જયારે કાચા તેલની કિંમત ઓછી થઇ ગઇ હતી ત્યારે તેમણે ટેક્સ વધારી દીધો હતો અને હવે સરકાર આ બંને ઘટાડી નથી રહી. અને તેના લીધે હાલમાં પેટ્રોલ-ડિઝલની કીંમતમાં વધારો જોઇ શકાય છે. જ્યારે કાચા તેલની કીંમતો ઓછી થઇ ત્યારે સરકારે તેલ પરનો ટેક્સ વધારી દીધો હતો. 22 રૂપિયે પ્રતિલીટર પેટ્રોલ પર ટેક્સને વધારીને 32 રૂપિયા સુધી કરી દેવાયો છે. કેન્દ્ર સરકારનાં ટેક્સ અને તેલનો ભાવ બંને મળીને તેની બેઝ પ્રાઇઝ થાય છે. તેના પર રાજય સરકાર 25 થી 30 ટકા  સુધી પોતાનો ટેક્સ લગાવે છે. અને તે રીતે કાચા તેલની કીંમતો ઓછી થઇ પણ પેટ્રોલ અને ડીઝલની કીંમતમાં ઘટાડો થયો નથી. અને હવે ફરી કાચા તેલની કિંમત લગભગ 40 ડોલરની નજીક પહોચી ગઇ છે. અને હવે બેઝ પ્રાઇઝ તેના હિસાબથી વધી ગયો છે. અને ટેક્સ ન ઘટ્યો તો પેટ્રોલ અને ડીઝલની કીંમતમાં હજુ વધારો થશે. જો કે સરકારની હમણાં જે પણ આવક છે તે એક્સાઇઝ ડ્યુટી પર નિર્ભર છે. કેન્દ્ર સરકારની નિર્ભરતા તેના માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પર છે. કારણ કે, પચાસ ટકા એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ અને ડીઝલમાંથી આવે છે. અને તેવી જ રીતે રાજય સરકારોની જે આવક છે તે મોટેભાગે પેટ્રોલ-ડિઝલથી મળતા ટેક્સ પર નિર્ભર કરે છે.

Beware! / નિયમોની ઐસી તૈસી કરી ચાલતી ભૂતિયા ફંડ કંપનીઓથી ચેતજો, કેન્દ્ર સરકારની ચેતવણી

રાજય સરકારો પાસે ટેક્સનાં સૌથી મોટા ત્રણ સ્ત્રોત છે. તેમાં દારૂ, જમીનની ખરીદીથી મળતી સ્ટેમ્પ ડ્યુટી અને પેટ્રોલ ડીઝલ સામેલ છે. અને હવે જયારે રાજય સરકારોની સ્થિતી હમણાં સારી નથી. એટલા માટે તેમની નિર્ભરતા એવા ટેક્સ પર વધી ગઇ છે. આવી સ્થિતીમાં કોઇ સરકાર ટેક્સ ઓછો કરી શકે તેની કોઇ સંભાવનાઓ જોવાતી નથી. પણ બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલની કિંમતો વધી રહી છે. સરકારનાં રાજસ્વમાં અનુમાન પ્રમાણે આ વર્ષે પાંચથી છ લાખ કરોડનું નુકશાન થશે. કેટલીક ભરપાઇ તો તે લોન લઇને કરશે. પણ તેની અસર આગળ જઇને સારી નહી હોય. અને એટલા માટે ટેક્સ વધારવા સિવાય કોઇ બીજો વિકલ્પ સરકારની પાસે નથી. તો આ જ એક ટેક્સ છે જેની મદદથી બધુ ભરપાઇ થઇ શકે છે. ડીઝલની કીંમતોની અસર અર્થવ્યવસ્થા પર વધારે પડે છે. કારણ કે, ટ્રાંસપોર્ટેશનમાં ડીઝલનો ઉપયોગ વધારે થાય છે. સરકારનું માનવુ છે કે, લોકડાઉનમાં છુટ પછી પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યુ છે. પણ તેનું સ્તર હજુ લેવલ સુધી પહોંચ્યુ નથી. તે હજુ 40 થી 45 ટકા પર જ છે. પણ જયારે લોકડાઉન સંપૂર્ણ રીતે ખુલી જશે અને આર્થિક ગતિવિધીઓ ફરીથી પાટા પર આવશે ત્યારે વપરાશ પણ વધશે. સરકારની નજરમાં કિંમતોમાં વધારો એટલો નથી કે, જેના લીધે તેના વેચાણ પર કોઇ અસર પડે. અને આ અવસર સરકાર માટે ટેક્સ કમાવવાનો મોટો સ્ત્રોત છે. અને તે કોઇ પણ તક છોડવા માંગશે નહી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ