Not Set/ PM મોદી પહોંચ્યા પશ્ચિમ બંગાળ, Amphan થી સર્જાયેલા વિનાશનું કરશે નિરીક્ષણ

પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન અમ્ફાનથી રાજ્યમાં સર્જા‍યેલા વિનાશનું સર્વે કરશે. સીએમ મમતા બેનર્જીએ તોફાનનાં કારણે 1 લાખ કરોડ રૂપિયા સુધીનાં નુકસાનની આગાહી કરી છે. જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં ભારે વિનાશ થયો હતો, જેના કારણે, 72 લોકોનાં મોત નીપજ્યાં અને બે જિલ્લાઓમાં “સંપૂર્ણ વિનાશ” જોવા મળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ચક્રવાત […]

India
df2cf4b864dbc3350298a0542338b9d7 1 PM મોદી પહોંચ્યા પશ્ચિમ બંગાળ, Amphan થી સર્જાયેલા વિનાશનું કરશે નિરીક્ષણ

પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન અમ્ફાનથી રાજ્યમાં સર્જા‍યેલા વિનાશનું સર્વે કરશે. સીએમ મમતા બેનર્જીએ તોફાનનાં કારણે 1 લાખ કરોડ રૂપિયા સુધીનાં નુકસાનની આગાહી કરી છે. જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં ભારે વિનાશ થયો હતો, જેના કારણે, 72 લોકોનાં મોત નીપજ્યાં અને બે જિલ્લાઓમાં “સંપૂર્ણ વિનાશ” જોવા મળ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ચક્રવાત તોફાન અમ્ફાનથી સર્જા‍યેલા વિનાશને જોવા અને તેના સર્વે માટે કોલકાતા પહોંચ્યા છે. રાજ્યપાલ જગદીપ ધનખડ અને સીએમ મમતા બેનર્જીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. સીએમ મમતા બેનર્જીએ તોફાનનાં કારણે 1 લાખ કરોડ રૂપિયા સુધીનાં નુકસાનની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં ભારે વિનાશ થયો હતો. આને કારણે, 72 લોકોનાં મોત નીપજ્યાં છે. તોફાનનાં કારણે હજારો લોકો બેઘર થઇ ગયા છે, ઘણા પુલ નષ્ટ થઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. કોલકાતા અને રાજ્યનાં અન્ય ઘણા ભાગોમાં આપત્તિનાં નિશાન સ્પષ્ટ જોઇ શકાય છે.

વડા પ્રધાન પણ આ સાથે ઓડિશાની મુલાકાતે છે, લગભગ ત્રણ મહિનાનાં ગાળામાં દેશની રાજધાની દિલ્હીની બહાર વડા પ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. કોરોના વાયરસ રોગચાળો અને દેશમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે વડા પ્રધાન આ સમયગાળા દરમિયાન દિલ્હી જ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.