હનુમાન જયંતિ/ મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું PM મોદી કરશે અનાવરણ

આ મૂર્તિ ભગવાન હનુમાનથી જોડાયેલા ચારધામ યોજના હેઠળ દેશભરમાં ચાર દિશાઓમાં સ્થાપિત કરાનારી ચાર મૂર્તિઓમાંથી બીજી મૂર્તિ છે.

Top Stories Gujarat
હનુમાન

મોરબીના બેલા ગામ પાસે આવેલા તીર્થધામ એવા ખોખરા હનુમાનજી ધામ ખાતે 108 ફૂટ ઉંચી હનુમાનજી ની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જેનું આજે 11:00 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અનાવરણ કરવામાં આવશે. આ મૂર્તિ ભગવાન હનુમાનજી થી જોડાયેલા ચારધામ યોજના હેઠળ દેશભરમાં ચાર દિશાઓમાં સ્થાપિત કરાનારી ચાર મૂર્તિઓમાંથી બીજી મૂર્તિ છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલ આ પાવનધામમાં, કેશવાનંદજી બાપુની તપોભૂમિમાં ગત 11 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વડાપ્રધાન કાર્યાલના જણાવ્યા અનુસાર, પીએમ મોદી વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ મૂર્તિ ભગવાન હનુમાનથી જોડાયેલા ચારધામ યોજના હેઠળ દેશભરમાં ચાર દિશાઓમાં સ્થાપિત કરાનારી ચાર મૂર્તિઓમાંથી બીજી મૂર્તિ છે. હનુમાનજીની મૂર્તિની કુલ ઉંચાઈ 130 ફૂટ છે, જેમાં પગથી મસ્તક સુધીની ઉંચાઇ 108 ફૂટ છે. આ મૂર્તિના પાયામાં 7 લાખ જેટલી રામનામ લખેલી ચિઠ્ઠીઓ મૂકવામાં આવી છે. આ મૂર્તિના નિર્માણ માટે 3 વર્ષનો સમય લાગ્યો છે. પશ્ચિમ દિશાની આ મૂર્તિ મોરબીમાં બાપૂ કેશવાનંદના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. પહેલી મૂર્તિ ઉત્તર દિશામાં શિમલામાં 2010માં સ્થાપિત કરવામાં આવી છે. ત્યારે, દક્ષિણ દિશામાં રામેશ્વરમાં એવી જ મૂર્તિ સ્થાપિત કરવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે.