Not Set/ કેદારનાથના સાનિધ્યમાં ભાઇ-બીજ ઉજવશે પીએમ મોદી

નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૧ ઓક્ટોબરના રોજ ફરી એક વાર કેદારનાથના દર્શન કરવા જઈ રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, દિવાળી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કેદારનાથના કપાટ બંધ કરવાના દિવસે જ ત્યાં પહોંચશે. વડાપ્રધાન મોદીએ ચાલુ વર્ષે મે મહિનામાં કેદારનાથના કપાટ ખુલવા પ્રસંગે પણ ત્યાં હાજરી આપી હતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે […]

India
pm modi કેદારનાથના સાનિધ્યમાં ભાઇ-બીજ ઉજવશે પીએમ મોદી

નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૧ ઓક્ટોબરના રોજ ફરી એક વાર કેદારનાથના દર્શન કરવા જઈ રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, દિવાળી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કેદારનાથના કપાટ બંધ કરવાના દિવસે જ ત્યાં પહોંચશે. વડાપ્રધાન મોદીએ ચાલુ વર્ષે મે મહિનામાં કેદારનાથના કપાટ ખુલવા પ્રસંગે પણ ત્યાં હાજરી આપી હતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનાથનો રુદ્રાભિષેક કર્યો હતો.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દર વર્ષે ભારતીય જવાનો સાથે દિવાળી ઉજવે છે. ત્યારે સુત્રોનુ કહેવુ છે કે આ વખતે પણ વડાપ્રધાન મોદી જવાનોની સાથે જ દિવાળીની ઉજવણી કરશે. આ માટે સેનાએ વડાપ્રધાનના સરહદ કાર્યક્રમની રુપરેખા પણ તૈયાર કરી લીધી છે.

સુત્રોનું કહેવુ છે કે વડાપ્રધાન આ વખતે ચીન સરહદ પર જવાનોની સાથે દિવાળી મનાવશે. જો કે આ વખતે વડાપ્રધાનના કાર્યક્રમને અત્યંત ગુપ્ત રાખવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી કેદારનાથના દર્શન કરવા દરમિયાન આ ધાર્મિક સ્થાનના પુનઃનિર્માણ સંબંધિત કેટલીક યોજનાઓના શિલાન્યાસ પણ કરશે. જેમાં મંદાકિની અને સરસ્વતી નદી પર બનેલ ઘાટ અને મંદિરોની સુરક્ષા માટે બનેલ દિવાલ તેમજ મંદિર સુધી જતા મુખ્ય રોડનુ ઉદ્‌ઘાટન કરશે.

મહત્વનુ છે કે વર્ષ ૨૦૧૩માં આવેલ કુદરતી આફતમાં કેદારનાથ ધામને વ્યાપક નુકશાન થયુ હતું. કેદારનાથ એ ભારતના ચાર મહત્વના સ્થાનો પૈકીનુ એક છે. આ ધામ પર આવેલ કુદરતી હોનારતમાં ૪૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ લોકોનો વિશ્વાસ કેદારનાથ પર જળવાઈ રહે તે માટે ચાલુ વર્ષે કેદારનાથના કંપાટ ખુલવા પ્રસંગે ખૂદ વડાપ્રધાન મોદીએ ત્યાં હાજર રહીને પુજા-અર્ચના કરી હતી.