Not Set/ મોરબી / માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો

મોરબી નજીક સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા શ્રમિક દંપતીની 7 વર્ષની માસુમ બાળકી ઉપર ગઈકાલે બપોરના સમયે તે જ ફેકટરીમાં કામ કરતા એક શ્રમિકે હેવાનીયતભર્યુ દુષ્કર્મ આચર્યું છે.પોલીસે હતભાગી બાળાના પિતાની ફરિયાદ પરથી માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર બે સાંતનાના પિતા એવા નરાધમ આરોપીને પોલીસે ઝડપી લીધો છે.જોકે બાળકી ગંભીર. ઇજાગ્રસ્ત હોવાથી હાલ તેણી રાજકોટ […]

Gujarat Others
caa 4 મોરબી / માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો

મોરબી નજીક સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા શ્રમિક દંપતીની 7 વર્ષની માસુમ બાળકી ઉપર ગઈકાલે બપોરના સમયે તે જ ફેકટરીમાં કામ કરતા એક શ્રમિકે હેવાનીયતભર્યુ દુષ્કર્મ આચર્યું છે.પોલીસે હતભાગી બાળાના પિતાની ફરિયાદ પરથી માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર બે સાંતનાના પિતા એવા નરાધમ આરોપીને પોલીસે ઝડપી લીધો છે.જોકે બાળકી ગંભીર. ઇજાગ્રસ્ત હોવાથી હાલ તેણી રાજકોટ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ ગંભીર ઘટનામાં મેડિકલ તપાસ તથા આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે સમગ્ર સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી માસુમ બાળકી પર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યાની ધૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી હતી. આ ગંભીર ઘટના સંદર્ભે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા એ જણાવ્યું હતું કે, આ સીરામીક ફેકટરીમાં બહારના રાજ્યનું એક દંપતી મજૂરી કામ કરીને તેજ ફેક્ટરીની મજૂરોની ઓરડીમાં રહે છે. ગઈકાલે બપોરના સમયે આ શ્રમિક દંપતીની 7 વર્ષની માસુમ બાળકી તેની ઓરડીની બહાર રમતી હતી. તે સમયે આ ફેકટરીમાં મજૂરી કામ કરીને ત્યાં જ અન્ય ઓરડીમાં રહેતો મૂળ મધ્યપ્રદેશનો વતની મોહરસિંગ ઉર્ફે મામૂ નામના એક મજુરે આ બાળકી પર નજર બગાડી હતી.

કદાચ એ શખ્સે બાળકીને ચોકલેટ આપી દેવાની લાલચ આપીને પોતાની ઓરડીમાં લઇ જઈને પીખી નાખી હતી. બાદમાં શ્રમિક દંપતીને પોતાની પુત્રી ગુમ થતા તેની શોધખોળ કરતાં આ શખ્સની ઓરડીમાં પહોંચ્યા હતા. જ્યાં આ હેવાન શખ્સની પાપલીલાનો ભાંડો ફૂટી ગયો હતો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.