પર્દાફાશ/ અનંતનાગમાં પોલીસે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો, 4ની ધરપકડ

જેહાદી સંગઠન યુવાનોને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તાલીમ આપી રહ્યા હતા.

Top Stories
અનંતનાગમાં

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદનો હુમલો ચાલુ છે,ત્યારે  જમ્મુ-કાશ્મીર પોલીસે અનંતનાગમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તેઓ આ વિસ્તારના યુવાનોને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તાલીમ આપી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, અનંતનાગમાં જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ યુવાનોના મનમાં ઝેર ભરીને યુવાનોને લશ્કર-એ-તૈયબ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ઉશ્કેરતા હતા.બે દિવસ પહેલા જમ્મુ -કાશ્મીરના પુલવામાના ત્રાલ હાંગલમાર્ગ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાંથી એક ઇસ્માઇલ અલવી હતો, જે આતંકવાદી ગેંગસ્ટર મસૂદ અઝહરના લોહીનો સગો હતો.

ઉલ્લેખનીય છે  કે અનંતનાગમાં ગયા મહિનાની શરૂઆતમાં પણ જમ્મુ -કાશ્મીર પોલીસે બડગામમાં લશ્કરના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન એક આતંકી અને તેના ચાર સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી.ભારતીય સેના કાશ્મીરમાંથઈ આતંકવાદીઓના સફાયો કરવાના કામે લાગી છે અને તેમનું કહેવું છે કે ડિસેમ્બર અંત સુધી સફાયો થઇ જશે. કાશ્મીરમાં જેહાદી તત્વો નિર્દોષ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમને અતંકવાદી બનાવવા માટે તેમનું માઇન્ડ વોશ કરી રહ્યા છે.