વડોદરા/ હરણી રોડ પર સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, ગ્રાહક બની પહોંચી પોલીસ

હરણી રોડ ગદા સર્કલ પાસે એસબીઆઇ બેન્ક ની ઉપર ચોથા માળે આવેલા ઓરા ઇન્ટરનેશનલ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની અને ગ્રાહક દીઠ રૂ 3000 લેવામાં આવતા…

Gujarat Vadodara
હરણી રોડ
  • વડોદરાના હરણી રોડ પર આવેલ સ્પામાં દરોડા
  • સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા
  • પોલીસે ડમી ગ્રાહક મોકલી કૂટણખાનું ઝડપી પાડ્યુ
  • સ્પાના મેનેજર સહિત 3 લોકોની કરી ધરપકડ

વડોદરાના હરણી રોડ પર આવેલા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.. સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.પોલીસે ડમી ગ્રાહક મોકલી કૂટણખાનું ઝડપી પાડતા સ્પા સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.મહત્વનું છે હાલ પોલીસે સ્પાના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :પોલીસ સામે વધુ એક પીડિતના આરોપ, ‘ખંડણી માગે છે PI ગઢવી સહિતના અધિકારી’

આપને જણાવી દઈએ કે, હરણી રોડ ગદા સર્કલ પાસે એસબીઆઇ બેન્ક ની ઉપર ચોથા માળે આવેલા ઓરા ઇન્ટરનેશનલ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની અને ગ્રાહક દીઠ રૂ 3000 લેવામાં આવતા હોવાની વિગતોને પગલે હરણી પોલીસે ગઇ સાંજે દરોડો પાડ્યો હતો.

પોલીસે એક‌ ડમી ગ્રાહક તૈયાર કરી રૂ.3000 માં યુવતી સાથે સોદો નક્કી કર્યો હતો. ડમી ગ્રાહક નો મિસ્ડ કોલ આવતાં જ પોલીસે દરોડો પાડ્યો હતો અને કાઉન્ટર પર બેઠેલા મેનેજર દિપક કેશુભાઈ પટેલ (લિવ ઈન એપાર્ટમેન્ટ, ગોત્રી સેવાસી કેનાલ રોડ), ગ્રાહકો માટે સર્વિસ અને હાઉસકીપિંગનું કામ કરતા નિતીન નટુભાઈ પઢીયાર તેમજ અજય જયંતીભાઈ રાજપુત (બંને રહે.ડેરી વાળુ ફળીયુ,ભીમપુરા,સેવાસી) ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસે રોકડા રૂ 5000 તેમજ તમામ ના મોબાઇલ કબજે કર્યા હતા.

જ્યારે, મહિલા પોલીસ સાથેની ટીમે એક રૂમ માંથી ડમી ગ્રાહક સાથે આવેલી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. પોલીસે અન્ય રૂમમાં ચેક કરતા બીજી પાંચ યુવતીઓ પણ મળી આવી હતી. આ તમામ યુવતીઓને પૂછપરછ કરીને જવા દેવામાં આવી હતી.

પોલીસની પૂછપરછમાં ગ્રાહક દીઠ રૂ 3000 લઈને યુવતીઓને પંદરસો રૂપિયા આપવામાં આવતા હોવાની વિગતો ખુલી હતી. પોલીસે ગુનો દાખલ કરી સ્પાના સંચાલક સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ પણ વાંચો :  કલોલ ખાતે ફાયરિંગની ઘટના, એક ઈસમને પાડોશીઓએ ઝડપી પડયો

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા   4710 કેસ નોંધાયા, જયારે 34 દર્દીના મોત થયા

આ પણ વાંચો :પ્રજાસત્તાક પર્વે દિલ્હીમાં યોજાયેલી પરેડમાં કેન્દ્રના વિવિધ મંત્રાલયો દ્વારા રજૂ થયેલા ટેબ્લોમાં 34 ટકા વોટ સાથે સંચાર

આ પણ વાંચો :ગોંડલ મકાન વિહોણા લોકોને પ્લોટ અપાવવા 43 દિ”થી આગેવાન દ્વારા ચાલતા આંદોલનનો સુખદ અંત આવ્યો