Gujarat Assembly Election 2022/ હવાઈ યાત્રા પર 100 કરોડ ખર્ચ કરશે રાજકીય પક્ષો, ખૂબ જ ખાસ રહેશે આ વખતની ચૂંટણી

તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. તંબુઓ, હોર્ડિંગ્સથી લઈને રેલીઓ સુધી રાજકીય પક્ષોએ હેલિકોપ્ટર બુક કરાવ્યા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
હવાઈ યાત્રા

ગુજરાતમાં ચૂંટણીનો પારો ઝડપથી વધી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરવામાં અને જનતાની સામે તેમની ખામીઓ ગણાવવામાં વ્યસ્ત છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. તંબુઓ, હોર્ડિંગ્સથી લઈને રેલીઓ સુધી રાજકીય પક્ષોએ હેલિકોપ્ટર બુક કરાવ્યા છે. એક બિનસત્તાવાર આંકડા અનુસાર, ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો દ્વારા હવાઈ યાત્રા માટે આશરે રૂ. 100 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેન બુકિંગની વાત કરીએ તો ભાજપે સૌથી વધુ 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ પ્લેન બુક કર્યા છે. અમદાવાદમાં કેટલીક ચાર્ટર્ડ પ્લેન કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસે 25 દિવસ માટે ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરનું બુકિંગ કર્યું છે. આ સિવાય રાજકીય પક્ષોએ ટર્બોક્રોપ, જેટ, ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરના બુકિંગ માટે મુંબઈ અને દિલ્હીની કંપનીઓનો પણ સંપર્ક કર્યો છે.

મોટાભાગના સ્ટાર પ્રચારકો વિમાનોનો ઉપયોગ કરશે

રાજકીય પક્ષો દ્વારા બુક કરાયેલા વિમાનોનો ઉપયોગ તેમના સ્ટાર પ્રચારકો 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કરશે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં પીએમ મોદીથી લઈને અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, શિવરાજ સિંહ ચૌહાણ, નિરહુઆ, રવિ કિશન, મનોજ તિવારી, હેમા માલિની, પરેશ રાવલ, વિજય રૂપાણી, નીતિન પટેલના નામ સામેલ છે.જ્યારે કૉંગ્રેસના તમામ નેતાઓમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, સચિન પાયલટ સહિતના મોટા નેતાઓ સામેલ છે.

આ પણ વાંચો:ભાજપમાં ‘મધુ શ્રીવાસ્તવ’નું પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી અમિત શાહની

આ પણ વાંચો:શું રવિન્દ્ર જાડેજા પણ જોડાશે ભાજપમાં? ભગવો કુર્તો પહેરી આપ્યા સંકેત; પત્ની લડી રહ્યા છે ચૂંટણી

આ પણ વાંચો:વાગરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુલેમાન પટેલ સહિત 45થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, ચૂંટણી ફોર્મ ભરવાનું બાકિ, કાર્યકરોમાં ચિંતા