Not Set/ ઉનાના ૧૬ અને ગીરગઢડાના ૧૧ ગામોમા વીજપુરવઠો પુર્વવત થયો

  કાર્તિક વાજા, ઉના, મંતવ્ય ન્યુઝ ઉનાના ૧૬ અને ગીરગઢડાના ૧૧ ગામોમા વીજપુરવઠો પુર્વવત થયો..   પીજીવીસીએલની અવિરત કામગીરી, ઉનામાં ૧૧૨ અને ગીરગઢડામાં ૩૭ ટ્રાન્સફોર્મર ચાલુ કરાયા…..   તાઉતે વાવાઝોડાને લીધે વીજપુરવઠો વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશઇ-નુકસાન ગ્રસ્ત થતાં બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વિજળી […]

Gujarat
IMG 20210529 WA0015 ઉનાના ૧૬ અને ગીરગઢડાના ૧૧ ગામોમા વીજપુરવઠો પુર્વવત થયો

 

કાર્તિક વાજા, ઉના, મંતવ્ય ન્યુઝ

ઉનાના ૧૬ અને ગીરગઢડાના ૧૧ ગામોમા વીજપુરવઠો પુર્વવત થયો..

 

પીજીવીસીએલની અવિરત કામગીરી, ઉનામાં ૧૧૨ અને ગીરગઢડામાં ૩૭ ટ્રાન્સફોર્મર ચાલુ કરાયા…..

 

તાઉતે વાવાઝોડાને લીધે વીજપુરવઠો વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશઇ-નુકસાન ગ્રસ્ત થતાં બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વિજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી ચાલુ છે. ઊના શહેરમાં વીજળી આવ્યા બાદ હવે ઉના અને ગીરગઢડા તાલુકાના ગામોમાં વીજપુરવઠો પુર્વવત કરવા ગામે ગામ કામ ચાલુ છે. ઉના પીજીવીસીએલ ડિવીઝનના એકઝ્યુકેટીવ એન્જીનીયર જાડેજાએ જણાવ્યું હતું કે, ઉના અને ગીરગઢડા તાલુકામાં બાકી ગામોમાં વિજપુરવઠો યુધ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા કોન્ટ્રાકટરની ૧૦૨ ટીમના ૬૮૮ ટેકનીશયનો, પીજીવીસીએલની ૩૯ ટીમના ૨૦૭ લાઇનમેન- ટેકનીશયનો કામ કરી રહ્યા છે. ઉના તાલુકામાં ૧૬૫૨ વીજપોલ ફરી પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. ગીરગઢડામાં ૭૭૨ વિજપોલ ફરી નાખવામાં આવ્યા છે. ઉના તાલુકામાં ૧૧૨ અને ગીરગઢડા તાલુકામાં ૩૭ ટી.સી. રીસ્ટોર કરાયા છે. ઉનાના ૮૧ ગામોમાંથી ૧૬ અને ગીરગઢડાના ૫૭ માંથી ૧૧ ગામમાં વીજળી આવી છે. વાવાઝોડામાં પીજીવીસીએલને મોટું નુકશાન થયું છે. ખોરવાયેલ વિજપુરવઠો ચાલુ કરતા મહિનાઓ લાગે તેવું કામ હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે બધી જ કામગીરીમાં બહારથી માણસો બોલાવીને યોગ્ય આયોજન કરીને થોડા જ દિવસોમાં વિજળી એક પછી એક ગામમાં પુન:ચાલુ થઇ રહી છે.