વિવાદ/ જય ભીમ ફિલ્મનાં આ Scene ને લઇને વિવાદમાં આવ્યા પ્રકાશ રાજ

હવે તે સાઉથની ફિલ્મોનાં એક્ટર છે અને તેમણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું કૌશલ્ય પુરવાર કર્યું છે, તેથી તેમની પાસેથી અપેક્ષા રાખવી જોઈએ કે ભાષાનાં વિવાદને લઈને તેમનાામં કોઈ પ્રકારની નિરાશા ન હોવી જોઈએ

Top Stories Entertainment
જય ભીમ ફિલ્મ

તમે પ્રકાશ રાજનું નામ તો સાંભળ્યું જ હશે. પ્રકાશ રાજ જેમણે વિલનની એક્ટિગથી ટોલીવૂડથી લઈને બોલિવૂડમાં ખળભળાટ મચાવ્યો છે. એ જ પ્રકાશ રાજ જેમની વિલંગીરી હીરો-હીરોઈનને પણ ઝાંખા પાડી દે છે. ભારતીય સિનેમાનાં ખલનાયકો પર જ્યારે કંઇક લખવામાં આવશે ત્યારે પ્રકાશ રાજનું નામ અમીટ અક્ષરોમાં લખવામાં આવશે એવું કહેવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. જો તે જે ફિલ્મમાં એન્ટ્રી કરે છે, તો તે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થવાની ખાતરી છે. હવે તમે સમજી જ ગયા હશો કે પ્રકાશ રાજ પર આટલો લાંબો રોલ બનાવવામાં આવી રહ્યો છે, તેથી તેમણે ચોક્કસપણે કંઈક એવું કર્યું છે જેને લઈને અભિનેતા ચર્ચામાં આવી ગયા છે. હા.. તમે બિલકુલ સાચા છો. આ વખતે તેઓ ભાષા વિવાદને લઈને ચર્ચામાં આવ્યા છે.

આ પણ વાંચો – Festival / લો બોલો! ધનતેરસ નિમિત્તે દેશભરમાં લોકોએ 75 હજાર કરોડનાં ખરીદ્યા સોનાનાં આભૂષણો

હવે તે સાઉથની ફિલ્મોનાં એક્ટર છે અને તેમણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું કૌશલ્ય પુરવાર કર્યું છે, તેથી તેમની પાસેથી અપેક્ષા રાખવી જોઈએ કે ભાષાનાં વિવાદને લઈને તેમનાામં કોઈ પ્રકારની નિરાશા ન હોવી જોઈએ, પણ ના, એવું નથી. બિલકુલ પણ નથી. અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં જે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તેને લઇને પ્રકાશ કાજ ચર્ચા અને વિવાદોમાં ઘેરાઈ ગયા છે. તો ચાલો પહેલા તમને આ વીડિયો બતાવીએ, જેને લઈને કલાકાર વિવાદમાં આવ્યા છે.

તમે શું જોયું….. તમે શું સમજ્યા…તમારો અભિપ્રાય શું છે…તમે અમને બધું જ જણાવશો, પણ પહેલા તમારે જાણવું જોઈએ કે આ વીડિયોએ કેમ હંગામો મચાવ્યો છે. વીડિયોમાં જે રીતે પ્રકાશ રાજ એક વ્યક્તિને હિન્દી ભાષા બોલવા બદલ માર મારી રહ્યા છે અને જે રીતે તે તેને પ્રશ્નાર્થ સ્વરમાં ધમકી આપી રહ્યા છે કે તું હિન્દી કેમ બોલે છે…? તમે તમિલ કેમ નથી બોલતા, આ વીડિયોનો આ સીન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. આ વીડિયો ફિલ્મ જય ભીમનો કહેવામાં આવી રહ્યો છે, જેમાં તેમની સાથે કામ કરતો અભિનેતા તેમને હિન્દીમાં કંઈક કહી રહ્યો છે, જેને તે તમિલ ન બોલવાને કારણે થપ્પડ મારી રહ્યા છે. જેના કારણે ભાષાની વિવિધતા વિશે તેમના મનમાં જે નિરાશા અંકુરિત થઈ રહી છે તે તેમનામાં પ્રતિબિંબિત થાય છે. આ વીડિયોએ વિવાદમાં વધારો કર્યો છે. આ અંગે લોકો અલગ-અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં મોટા ભાગનાં લોકો અભિનેતાની આસપાસ જોવા મળી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મ ‘જય ભીમ’માંથી આ સીન હટાવવાની માંગ કરી રહ્યા છે. સામાન્ય રીતે કલાકારોને સરકાર વિરોધી ગણવામાં આવે છે. મોદી સરકારની કાર્યશૈલીને લઈને પણ તેઓ ઘણી વખત ચર્ચામાં આવી ચૂક્યા છે. વળી, આ વીડિયોને લઈને અભિનેતા તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર વિવાદ ભવિષ્યમાં શું વલણ અપનાવે છે.